Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

તબીબી સેવાના માર્ગદર્શન માટે ઉપયોગી સારથી એપ

ડોકટરોને સારવારમાં ઉપયોગી રહેશે

અમદાવાદ,તા.૧ : તબીબી જગત માટે ખાસ કરીને તમામ શાખાઓના ડોકટરો અને નિષ્ણાત ફેકલ્ટી માટે દર્દીઓના રોગ, તેના નિદાન અને સારવાર સહિત તબીબી સેવાના વિશાળ, ચોકસાઇભર્યા અને પરિણામલક્ષી માર્ગદર્શન માટે એક અનોખી સારથી નામની મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની એરિસ લાઇફસાયન્સીસ અને ડોક્ટરો માટે ભારતનું સૌથી મોટું પ્રોફેશનલ નેટવર્કીંગ પ્લેટફોર્મ પ્લેક્સસએમડી દ્વારા આજે વિશિષ્ટ એઆઈ-પાવર્ડ લર્નિંગ પ્લેટફોર્મ સારથી માટે એમની ભાગીદારીની જાહેરાત કરવામાં આવી હતી. આ અનોખી સારથી મોબાઇલ એપ સમગ્ર તબીબી જગત અને દર્દીઓ માટે પણ આશીર્વાદ સમાન સાબિત થશે કારણ કે, તેના થકી ડોકટરોને કોઇપણ રોગ, દવા, તેના ડોઝ, દવાના ઇન્ટરેકશન, તેની ગણતરી માટે સૌપ્રથમવાર કેલ્કયુલેટર ઉપરાંત, તબીબી જગતના લેટેસ્ટ સમાચાર, અપડેટ્સ, ગાઇડલાઇન્સ, એક હજારથી વધુ જર્નલ્સ સહિત અનેકવિધ માહિતી અને વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે એમ અત્રે એરિસ લાઇફસાયન્સીસ લિ.ના પ્રેસિડન્ટ મેડિકલ ડો. વિરાજ સુવર્ણા અને પ્લેક્સસએમડીનાં સ્થાપક ડો. રોહન દેસાઈએ જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એઆઇ-પાવર્ડ ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ સારથી એપ થકી અમારો ઉદ્દેશ ભારતીય ફિઝિશિયનને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને પ્રેકટીસનાં પુરાવા-આધારિત દવાઓ સાથે જોડાયેલા રાખવાનો છે, જેથી તેઓ દર્દીની સારવાર માટેનાં પરિણામોમાં સુધારો કરી શકે. જે ફિઝિશિયનો પોતાની પ્રેકટીસમાં વધારે અસરકારક રીતે આ જાણકારીનો ઉપયોગ કરવા ઇચ્છે છે, એમનાં માટે આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને મશીન લર્નિંગ કન્ટેન્ટને બનાવી શકે છે તથા પ્રેક્ટિસ કરતાં દરેક ફિઝિશિયનની ડિલિવરીની ઝડપને સ્વીકારે છે. આ એપ-આધારિત પ્લેટફોર્મ ફિઝિશિયન માટે કન્ટિન્યૂઇંગ મેડિકલ એજ્યુકેશન (સીએમઇ), મેડિકલ કન્ટેન્ટ, મેડિકો-લીગલ ઉદાહરણો, મેડિકલ કોન્ફરન્સની ફીડ, કેસ ડિસ્કશન પ્રદાન કરવા માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનશે. સારથી ઇન્ટરેક્ટિવ, ઇનોવેટિવ અને પ્રસ્તુત પ્લેટફોર્મ છે, જે ડોક્ટરો માટે શીખવાની પ્રક્રિયા સરળ બનાવે, જેઓ મેડિકલ ક્ષેત્રમાં લેટેસ્ટ ડેવલપમેન્ટ સાથે જોડાણ જાળવવામાં સમયને અભાવ અનુભવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સક્ષમ ટેકનોલોજી સાથે સારથી ડોક્ટરોને તેમનાં પુરાવા-આધારિત પ્રેક્ટિસમાં મદદ કરશે, જે દરેક દર્દીનાં કેસમાં વિશિષ્ટ હોઈ શકે છે. એપની વિશિષ્ટ ખાસિયત કેલ્ક્યુલેટર છે, જે ડોક્ટરોને ઝડપથી યોગ્ય ડોઝ, દવાઓનો સમન્વય કરવા અને સામાન્ય રીતે સામનો કરવો પડે એવી સ્થિતિ માટે નિદાન માપદંડો પર પહોંચવામાં ઝડપથી મદદરૃપ થશે.

(9:20 pm IST)