Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

દિયોદરના કુવાતામાં વ્યાજખોરોએ ખેડૂતનું અપહરણ કરી ઢોરમાર મારતા ઈજાગ્રસ્ત

દિયોદર:ના કુવાતા ગામે વ્યાજખોરોના ત્રાસના કારણે એક આધેડ વ્યક્તિએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હજુ તેની શાહી સુકાઈ પણ નથી ત્યારે તાલુકાના ચમનપુરા ગામે એક ખેડૂતનું અપહરણ અને જમીન અને  વ્યાજની રકમ મામલે ઢોર માર મારતા ઈજાગ્રસ્ત ખેડૂતને સારવારઅર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મામલે  ચાર ઈસમો વિરૂધ્ધ દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ચમનપુરા ગામે રહેતા ઈશ્વરભાઈ પટેલના બે વર્ષ અગાઉ રૂપિયાની જરૂરીયાત હોવાથી ગામના પેથાભાઈ પટેલને પોતાની માલિકીની જમીન આંકડે આપી હતી અને ૨ લાખ ૩૦ હજાર રૂપિયા લીધા હતા. જેમાં બે વર્ષ પછી ઈશ્વરભાઈ પટેલે પેથાભાઈ પટેલ પાસે પોતાની માલિકીની જમીન માંગી હતી અને હિસાબ કરવાનું કહેતા હિસાબના અંદર પેથાભાઈ પટેલે ૨ લાખ ૩૦ હજારની રકમનું બે વર્ષનું વ્યાજ સાથે ૨૧ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં આટલી રકમની ભરપાઈ ન કરવા અને જમીન પાછી ન મળતા ઈશ્વરભાઈ પટેલ અવારનવાર પોતાની જમીન પરત માગતા હતા પરંતુ જમીનનો કબજો વ્યાજખોરો આપતા ન હતા.

(5:22 pm IST)