Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

સુરત:લોકડાઉનના 70 દિવસ બાદ સરકાર માન્ય લિકર શોપ શરૂ થતા પરમીટ ધારકો પ્રથમ દિવસે જ લાઈનમાં ઉભા રહી ગયા

સુરત:લોકડાઉનમાં 70 દિવસ બાદ સરકાર માન્ય લિકર શોપ શરૂ થતાં જ પરમીટ ધારકોએ પ્રથમ દિવસે જ વ્હીસ્કી સહિતની દારૂની બોટલોના ટોકન મેળવવા માટે લાંબી લાઈનો લગાવી દીધી હતી.

લિકર શોપ પર સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને પરમીટ ધારકોની લાઈન પર નહિ થાય તે માટે ટોકન આપવાનું શરૂ કર્યું છે. શોપના સંચાલકો દ્વારા આજે સવારથી જ ટોકનનું વિતરણ શરૂ કરી દેવાયું છે. જેમને પણ ટોકન આપવામાં આવે છે. તેમને તારીખ અને સમય આપવામાં આવી રહ્યો છે. જેથી કરીને લીકર શોપ પર લાઈન નહિ થાય.

આબકારી અધિક્ષક જણાવે છે કે સુરતની કોઈ પણ લિકર શોપ પર સોશ્યલ ડિસ્ટન્સનું પાલન નહિ થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. દરમ્યાન આજે સવારથી જ મગદલ્લા ટીજીબી ગેટવે લોર્ડ પ્લાઝા લાલગેટ ખાતેની શોપ પર ટોકન માટે લાઈનો જોવા મળી હતી.

(6:22 pm IST)