Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

નેવી ઇન્ટેલિજન્સનો ધડાકો- કચ્છના દરિયામાંથી ૩૦ લાખનું ચરસ ઝડપ્યું

વાવાઝોડાની આગાહી વચ્ચે તોફાની બનેલા દરિયામાં ચરસનો જથ્થો નીકળ્યો

(ભુજ) નેવી ઇન્ટેલિજન્સે કચ્છના દરિયામાંથી ચરસનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જખૌ નજીકના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના ૧૯ પેકેટ ઝડપાયા છે.

      બિનવારસુ મળેલા આ જથ્થાની કિંમત ૩૦ લાખ રૂપિયા થવા જાય છે. આથી અગાઉ પણ કચ્છના દરિયા માંથી પોલીસ અને બીએસએફ દ્વારા પણ ચરસનો બિનવારસુ જથ્થો ઝડપાઇ ચુક્યો છે.         વાવાઝોડાની આગાહી વચ્ચે તોફાની બનેલા દરિયામાંથી બિનવારસુ ચરસનો જથ્થો મળી આવ્યો છે.

(4:54 pm IST)