Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

લોકડાઉનમાં કેરમ, ચેસ, સાપસીડી જેવી ગેમ્સના વેચાણમાં ઉછાળો

વેકેશનમાં બાળકોની સાથે મોટેરાંઓ ઇન્ડોર ગેમ્સ તરફ વળ્યા

અમદાવાદ, તા. ૧ : કોરોનાના કારણે સરકારે  લોકડાઉન ચાર તબક્કા સુધી  લંબાવ્યા બાદ હવે અનલોક  -૧ માં અનેક પ્રકારની છૂટછાટ  આજથી અમલી કરવામાં આવી  છે ખાસ કરીને શાળામાં અભ્યાસ  કરતા બાળકોને હાલમાં વેકેશન  હોઈને તેમજકોરોનાના કારણે  બહાર જવાનું ટાળવાનું હોઈને  ઘરમાં બેસીને મોબાઈલ ફોનથી  ગેઇમ રમતા કે પિકયર જોતા  બાળકો હવે ઇન ડોર ગેઇમ તરફ  વળ્યાં છે જાણેકે જૂનો જમાનો  ફરી જીવંત થયો છે દોડતું જીવન  એકાએક થંભી જતાં લોકોને  બાળપણયાદ આવ્યું છે.

લોકડાઉન બાદ સ્પોર્ટસ ની  દુકાનો ખુલતાની સાથેજ લોકો  હવે કેરમ બોર્ડ, ચેસ ,સાપસીડી    ,લુંડો-તળપદી ભાષામાં ચોપાટ  ખરીદતા થયા છે ઘરમાં બેસીને  કંટાળેલા બાળકો હવે ઈન  - ડોર ગેઇમની માંગ કરતા  થવાના કારણે ઈન ડોર રમતના  સાધનોનું વેચાણ વધ્યું છે.   

પપેટ શો મટીરીયલ , મેક  એન્ડ ઇટ, ફાઈન મોટર સ્કીલ  અવનવા અલંકાર બનાવવાની  પ્રવૃતિ, ક્રાઉન બનાવાનું  મટીરીયલ ,કલે ,ડ્રોઈંગ પેઈન્ટિંગ  મટીરીયલ, હાઉઝી, વૈદિક  ગણિત અને તાર્કિક ગણિત બુકસ  , કિવઝ, , હેન્ડી ક્રાફટ મટીરીયલ  વિગેરે ખરીદતા થયા છે અને  તેમની પ્રવૃત્ત્િ।ઓને નવું રૂપ    આપી રહયા છે.    જે ઈન ડોર પ્રવૃતિઓ  બાળકો સમર કેમ્પમાં કરતા હતા  તેવીજ પ્રવૃતિઓ હવે બાળકો યુ  ટ્યુબ કે અન્ય માધ્યમથી જ્ઞાન  મેળવીને ઘેર બેસીને કરતા થયા  છે - આઉટડોર રમતો પર બ્રેક  આવી જતા હવે લોકો પોતાના  બાળકો સાથે ઘરબેઠા ૨મી શકાય  તેવી રમતો તરફ વળ્યા છે.  જેમાં સાપસીડી, લુડો, દોરી  કુદ, અક્રોપગડો, પાંચીકા, ચેસ  જેવી રમતો ફરી જીવંત બની  છે. નવી પેઢીને પણ આ રમતો  ભુતકાળમાં લોકો ૨્મતા તેનો  ખ્યાલ આવ્યો છે.

(3:58 pm IST)