Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

સા રે ગ મ પ મ ગરેસા...

સ્વરનો અભ્યાસ કરો, શ્વસન નળી સાફ થવાથી ઓકિસજન વધુ લેવાશે, શરીર તંદુરસ્ત રહેશે

કોરોના અને સંગીત ભાગ-૪

પ્રિય વાંચક મિત્રો,

સૌ આનંદ કુશળ હશો. પહેલા ૩ અંકમાં આપણે કોરોના વિષે ખૂબ ખૂબ જાણી લીધું અને તેનાથી કેમ ચેતીને ચાલવું તે પણ જાણ્યું. વળી તમે સૌએ તે આપનાવ્યું પણ તેનો મને ખૂબ આનંદ અને સંતોષ છે. આપ સૌ તરફથી ઘણાં   ઇમેલ અને મેસેજીસ આવ્યા. સંગીતથી કેમ કોરાનાને હંફાવવો કેમ સહાયરૂપ બને તે માટે આપ સૌએ સહાયરૂપ થવા માટે જવાબ આપવાનો પ્રયાસ પણ શરૂ કર્યો છે.

મિત્રો કેન્સર, ટી.બી.જેવી મોટી બિમારીઓમાં પણ આ માનવી હિંમત પૂર્વક ઝૂમીને સુંદર જીવન જીવી જાય છે. તો કોરોનાને હંફાવવો તે કોઇ મોટી વાત નથી હાં, ધ્યાન ન રાખીએ તે ખૂબ મોટી વાત છે. પણ આ ભયાનક વાયરસથી બચવા માટે આપણી પાસે રસ્તા છે ! બેફીકરાઇથી હરવું ફરવું. આવશ્યક precations   (સાધવાની)  ન લેવા ''મને કંઇ જ નહી થાય ! માતાજી ઇશ્વર મારી રક્ષા કરશે !'' તેવી ખોટી માન્યતામાંથી મિત્રો બહાર આવો. હા ઇશ્વર જરૂર રક્ષા કરે જયારે તમે કોરોનાને હંફાવવા માટે સંપૂર્ણ રીતે  આગળના અંકોમાં જણાવેલા નિયમોનું પાલન કરો તો !! તો માતાજીનો જરૂર તમને સાથ મળશે તમારૂ તન, મન જરૂર સ્વસ્થ અને નિરોગી રાખશે પણ માત્ર અંધશ્રદ્ધા રાખીને આજે પણ અનેક લોકો જીવી રહ્યાંછે જે પોતાની માટે પરીવાર માટે સોસાયટી માટે દેશ માટે અરે ! સમગ્ર વિશ્વ માટે ભયજનક છે માટે જ મિત્રો જયાં સુધી કોવીડ-૧૯ નું વેકસીન નહીં શોધાય ત્યાં સુધી આપણો તેમાં સમજણ પૂર્વકનો સહિયારો પ્રયાસ અતિ આવશ્યક છે.

મિત્રો આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીને  નાથવા અથાક પ્રયત્નો કરી રહી છે. WHO   (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન) આ ગલોબલ ફર્મ વર્ક કરવાનું   બીડુ ઝડપ્યું છે. જેમાં ભારતનો પણ સમાવેશ થયો છે .આ મહામારીને નાથવા માટે ભારતમાંથી અમદાવાદની  ઝાઇડસ કેડીલા અને પૂનાની સેરમ ઇન્યુસ્ટીટયુટ ઓફ ઇન્ડિયા  સાથે પણ કોલોબ્રેશન કરવામાં આવ્યું છે તે આપણા માટે ખૂબ ગર્વની વાત છે આ covid ૧૯ની રસી (વેકસીન)ની શોધ તે સૌને માટે એક ચેલેન્જ છે વેકસીનને સંપૂર્ણ રીતે તૈયાર થવા માટે અનેક ચરણ (stages) માંથી પસાર થવું પડશે તેની પ્રક્રિયા ઘણી લાંબી છે તેમાં મહિનાઓ લાગી જાય છે. સાયન્ટીસ્ટોના જણાવ્યા મુજબ આ વેકસીન ર૦ર૧માં આપણને મળશે કારણ કે સૌ પ્રથમ તેનું લેબ ટેસ્ટીંગ કરાય  છે. ત્યાર બાદ પ્રાણી પર ટેસ્ટીંગ કરાય છે તેમાં સફળતા મળે તો ખૂબ નાની માત્રામાં માનવી પર કરાય છે. આ પ્રયોગમાં સફળતા મળે તો બીજા ચરણમાં (phase) સેંકડો માનવી પર આ વેકસીનનો પ્રયોગ કરાય છે. તેની નકકી કરેલા સમયમાં યોગ્ય અસર દેખાય તો ૩ જા ચરણમાં આ વેકસીન હજારો વ્યકિતને આપવામાં આવે છે. તેમાં સંપૂર્ણ સફળતા મળે તો સમગ્ર વિશ્વમાં તેને અપનાવવાની પરમીશન આપવામાં આવે છે. તો મિત્રો આ પ્રોજેકટને પૂર્ણ થતા ઘણોસમય વીતવાનો છે તે ચોકકસ છે. તો ત્યાં સુધી આપણે જ આપણા ડોકટર બનવાનું છે! કોરોનાને આપણી પાસે ફરકવા પણ દેવાનો નથી ! અને આ મહામારીને ભગાડવાની છે ! તન અને મનને સંપૂર્ણ તંદુરસ્ત રાખવાનું છે !

અત્યંત સહાયરૂપ એવા સગીતની નિયમિત સંગીતીક સાધના અને આરાધનાથી હંફાવીએ આજના ૪થા સોપાનમાં એક નવો પલ્ટો ભરી શું ૧... પલ્ટા ભરવા માટે પહેલા ઉંડો શ્વાસ લેવો આવશ્યક છે. ર...મંદ્ર સપ્તકના સ્વરો નાભે પેટમાં આવે તે ધ્યાન રાખશો ૩...મધ્ય સપ્તકના સ્વરો  ગળામાંથી આવે તે લક્ષ્યમાં લેજો ૪...તાર સપ્તાકના સ્વરો તાલુસ્થાનમાંથી આવે તે જોશો

શ્વસન ક્રિયાની મજબૂતાઇ માટે ત્રણે સપ્તકમાં પલ્ટા ભરવાથી શ્વાસનળી સાફ કફ રહિત રહે છે.

આજે વ્યજન સ્વર સાથે સાધના કરશો

અ આ ઇ એ ઓ અને ઉ

સૌ પ્રથમ મંદ્રસપ્તક...(નીચે બિન્દુ હોય તે મંદ્ર સપ્તક)

(૧) સાની.ધ.પ.મ.પ.ધ.ની.સા... (ર) સારેગમ પમ ગરેસા...(બિન્દુ ન હોય તે મધ્યસપ્તક)(૩) પ ધ ની સાં ની ધ પ મ (૪) સાંરેંગંમં પંમં ગંરેં સાં (ઉપર બિન્દુ દોઢને તારસપ્તા)

આ બધાજ સ્વરોને ૩ લયમાં એટલે ધીમી મધ્ય અને ધ્રુત લયમાં વારા ફરથી ઉપર જણાવેલ વ્યંજન સ્વરો લઇને ગાશો આથી શ્વસન નળી સાફ થવાથી ઓકિસજન વધુ લેવાશે અને શરીર મન તંદુરસ્ત અને સ્વસ્થ રહેશે.

આપના પ્રશ્નો આવકાર્ય છે.

મિત્રો શાસ્ત્રીય સંગીત એક વિજ્ઞાન છે કોરોનાને સંગીત દ્વારા દુર કરવાની વધુ ટીપ્સ આવતા અંકમાં જરૂર વાંચજો અને અનુસરજો.

આપના પ્રશ્નો આવકાર્ય છે.

અકિલા પર મોકલી શકો છો કે મારા ઇમેલ પર મોકલી શકો છો જરૂર જવાબ આપીશ. drmonicashah@ gmail .com  ઘરે રહો-તંદુરસ્ત રહો. અને આનંદિત રહો.

ડો. મોનિકા હિતેન શાહ

(પદ્મ વિભૂષણ ગિરીજાદેવીના શિષ્ય)

શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય સંગીતના ગાયિકા પીએચ.ડી. મ્યુઝીક આરાધના સંગીત એકેડમી

(12:23 pm IST)