Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

બાઈકને સેનેટાઈઝ કરવા જતાં આગનો ભડકો થયો

અમદાવાદમાં આજે અજબ ઘટના બની : અરવિંદ મિલમાં બહારથી અંદર આવતા વાહનને સેનેટાઈઝ કરતા સમયે બાઈક ચાલુ હોઈ આગ લાગી

અમદાવાદ, તા. ૩૧ : અમદાવાદમાં આજે એક અજીબ ઘટના ઘટી છે. હાલમાં છૂટછાટ સાથેના લોકડાઉનમાં કંપનીઓએ કેટલીક તકેદારીઓ સાથે કામગીરી શરૂ કરી છે. જેને પગલે બહારથી આવનાર અને કંપનીમાંથી બહાર જનાર વ્યક્તિ અને વાહનને સેનેટાઈનઝ કરવામાં આવી રહ્યાં છે. જેમાં આજે અમદાવાદમાં એક બાઈકને સેનેટાઈઝ કરવા જતાં તેમાં આગ લાગી ગઈ હતી. જોતજોતામાં બાઈકમાં આગ પકડાઈ ગઈ હતી કારણ ક ે સેનેટાઈઝરમાં આલ્કોહોલ જેવા જ્વલંત પદાર્થ હોય છે. અમદાવાદની અરવિંદ મિલમાં બહારથી જ્યારે કોઈ અંદર પ્રવેશે તો કોરોનાની મહામારીની સરકારી ગાઈડલાઈન્સ અને સાવચેતીના પગલાઓ રૂપે સેનેટાઈઝેશનની કામગીરી કરવામાં આવી રહી હતી. આ કામગીરી દરમિયાન એક બાઈકમાં આગ લાગી ગઈ હતી.

          આગ લાગતા જ અહીં લોકોમાં દોડધામ મચી હતી. જો કે, મૂળ બાબત એ હતી કે જ્યારે આ કર્મચારી બાઈક લઈને અંદર આવી રહ્યો ત્યારે તેનું બાઈક ચાલતું હતું. સેનેટાઈઝેશન વખતે પણ તેનું બાઈક ચાલું હતું. આ દરમિયાન ભડકો થઈ ગયો હતો. માટે સેનેટાઈઝેશન વખતે વાહન બંધ રાખવું અને શક્ય હોય તો તેને થોડીવાર બંધ રાખી મૂકી રાખવું અને પછી જ તેનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે અન્યતા આવા અકસ્માતો સર્જાય તેવી શક્યતાઓ છે. આ ઘટનામાં કોઈ જાન હાનિ થઈ ન હતી પરંતુ વ્યક્તિને બાઈકનું નુકસાન થયું હતુ.

(9:44 pm IST)