Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

રાજ્યમાં કોરોનાના નવા 438 કેસ નોંધાયા : વધુ 31 લોકોના મોત : મૃત્યુઆંક 1038 થયો : કુલ કેસની સંખ્યા 16,794 થઇ

અમદાવાદમાં 288 નવા કેસ ,સુરતમાં 55 કેસ, વડોદરામાં 34 નવા કેસ અને ગાંધીનગરમાં 13,સુરેન્દ્રનગરમાં 5, બનાસકાંઠા,રાજકોટ અને વલસાડમાં 4-4 કેસ નોંધાયા :આજે 789 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા :સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 9919 થઇ

અમદાવાદ ; રાજયનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે આજે એક જ દિવસમાં છેલ્લા પખવાડિયાના સૌથી વધુ કેસ નોંધાયા છે આજે અમદાવાદમાં 299 નવા કેસ સહીત રાજ્યમાં વધુ 438 કેસ નોંધાયા છે વધુ 31 લોકોના મોત થયા છે રાજ્યમાં કોરોના કેસની સંખ્યા વધીને 16,794 થઇ છે

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 438 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 16,794 થઇ છે. 

અમદાવાદમાં સૌથી વધુ 299 કેસ નોંધાયા છે સુરતમાં છેલ્લા 24 કલાકમાં 55 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 689 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આજના દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ દર્દીઓ સાજા થયાં છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 9,919 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. 

ગત 24 કલાકમાં 31 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1038 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 61 લોકો વેન્ટિલેટર પર છે તો 5776 લોકો સ્ટેબલ છે.

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા.૩૧ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૪૩૮ કેસ સપાટી પર આવ્યા હતા.

શહેર

કેસ

અમદાવાદ

૨૯૯

સુરત

૫૫

વડોદરા

૩૪

ગાંધીનગર

૧૩

સુરેન્દ્રનગર

બનાસકાંઠા

રાજકોટ

વલસાડ

પંચમહાલ

ખેડા

મહેસાણા

રૂ

સાબરકાંઠા

અરવલ્લી

પાટણ

દેવભૂમિ દ્ધારક

જુનાગઢ

પોરબંદર

અમરેલી

અન્ય રાજ્ય

કુલ

૪૩૮

(9:53 pm IST)