Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

ખેડા જિલ્લામાં સર્જાયેલ જુદા-જુદા માર્ગ અકસ્માતમાં 4 રાહદારીને ગંભીર ઇજા

ખેડા: જિલ્લામાં નડિયાદ, મહોળેલ, ચપટીયા તેમજ દાવડા નજીક સર્જાયેલા જુદા-જુદા ચાર માર્ગ અકસ્માતોમાં વાહનોની અડફેટે ચાર રાહદારીઓને ઈજા પહોંચી હતી. બનાવો અંગે જે તે પોલીસમથકોમાં નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના પાલડી ગામમાં રહેતાં અરવિંદસિંહ સરદારસિંહ સોઢા ગત બુધવારના રોજ મોડી સાંજના સમયે નડિયાદ તાલુકાના મહોળેલ ગામથી નાના વગા જવાના રોડ પર ચાલતાં જતાં હતાં. તે દરમિયાન માર્ગ પર પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ મારૂતી વાન નં જીજે ૦૭ બીઆર ૬૪૨૨ ના ચાલકે અરવિંદસિંહને અડફેટે લેતાં તેઓને ઈજા પહોંચી હતી

(5:45 pm IST)