Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

પાલનપુરમાં સિવિલ હોસ્પિટલમાં 50 જેટલા સફાઈ કામદારો હડતાળ પર હોવાની માહિતી

પાલનપુર: શહેરની સરકારી સિવિલ હોસ્પિટલમાં જ્યારથી બનાસ મેડિકલ કોલેજે સત્તાનું સુકાન સાંભળ્યું છે. ત્યારથી સિવિલ હોસ્પિટલ યેનકેન પ્રકારે વિવાદોમાં ઘેરાયેલી રહે છે. જેમાં મેનેજમેન્ટનુ સરકારી સ્ટાફ પર દબાણ અને કામના ભારણને લઈ મોટાભાગના સ્ટાફે બદલીઓ કરાવી દીધી છે. તેમજ અગાઉ કોન્ટ્રાક્ટર દ્વારા એક વર્ષો જુના સફાઈ કામદારને ફરજમાંથી છૂટો કરી દેવાની ધમકી આપવામાં આવતા કામદાર રોજગારી છીનવાઈ જવાના ડરને લઈ ફીનાઈલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ કોન્ટ્રાક્ટર દ્વારા સિવિલમાં સફાઈનું કામ કરતા કામદારોને ઓછુ વેતન ચુકવીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાની તેમજ પગાર વધારો માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા તેમને ફરજમાંથી છૂટા કરી દેવાની ધમકી આપવામાં આવતી હોવાની રાડ ફરિયાદો ઉઠી હતી. જે વચ્ચે આજે સિવિલના ૫૦ જેટલા સફાઈ કામદારોએ કોન્ટ્રાક્ટરની જોહુકમી સામે ન્યાયની માંગ સાથે સામુહિક રીતે ગાંધીચિંધ્યા માર્ગે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ભૂખ હડતાળ પર ઉતરી જતા હોસ્પિટલ પ્રસાસનમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

(5:44 pm IST)