Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

સુરતના પાંડેસરામાં ગુનાહની કબૂલાત કરવા મજબુર કરનાર પીઆઇ સહીત સાત પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના પાંડેસરામાં રહેતા રીક્ષાચાલકના પુત્ર સહીત ત્રણને ગેરકાયદેસર ગોંધી રાખી ચોરીનો ગુનો કબૂલવા માટે માર મારવાના બનાવમાં રીક્ષાચાલકના પુત્રની તબિયત લથડતાં આખરે પ્રકરણમાં ખટોદરા પોલીસ મથકના પીઆઈ ખીલેરી, સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ ચૌધરી સહિત સાત પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગુનો નોંધાતા તમામ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ કમિશનરે યુવાનને માર મરાયો હોવાની કબૂલાત કરવાની સાથે તમામ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરા વિનાયક નગરમાં રહેતાં રીક્ષાચાલકના 25 વર્ષીય પુત્ર ઓમપ્રકાશ પાંડે અને બીજા ત્રણ યુવાનોની ખટોદરા પોલીસે ગત 29 મે ના રોજ ગેરકાયદેસર રીતે અટકાયત કરી હતી અને લોકઅપમાં ગોંધી રાખી માર મારીને ચોરીનો ગુનો કબૂલ કરવા માટે દબાણ કર્યું હતું. તે પૈકી ઓમ પ્રકાશની ખટોદરા પોલીસ મથકના લોકઅપમાં ગત સવારે તબિયત લથડી હતી. ઓમપ્રકાશને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ ગંભીર હાલતમાં લવાયેલા ઓમપ્રકાશને વેન્ટિલેટરની જરૂરિયાત હોય અને નવી સિવિલ હોસ્પિટલમાં સગવડ મળી શકે તેમ હતી બાદમાં ઓમપ્રકાશને સારવારાર્થે ઉધના-મગદલ્લા રોડની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં મોડી રાત્રે ઓમ પ્રકાશ બ્રેઈનડેડ જાહેર કરાયો હતો.

(5:43 pm IST)