Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સુરતમાં ડ્રગ્સ ઇન્‍સ્પેક્ટર નવનીત માલાણી ૧૮ હજારની લાંચ લેતા ઝડપાયો

સુરતઃ સુરત એસીબીએ ડ્રગ્સ ઈન્સ્પેક્ટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ફરિયાદી પાસે લાયસન્સ કાઢી આપવા અને બીજી હેરાનગતિ નહીં કરવા માટે 25000ની લાંચ માંગી હતી. દરમિયાન લાંચ લેતા ઈન્સ્પેક્ટર સાથે અન્ય એક વ્યકિતની પણ ધરપકડ કરવામાં આવી છે.

સુરત એસીબીએ વર્ગ-3 ડ્રગ્સ ઈન્સ્પેક્ટર નવનીત માલાણીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ફરિયાદીને લાયસન્સ કાઢી આપવા તથા બીજી હેરાનગતિ નહીં કરવા માટે રૂપિયા 25000ની લાંચની માગણી કરી હતી. અન્ય એક વ્યક્તિ સાથે 18 હજારની લાંચ લેતા ઈન્સ્પેક્ટરને પોલીસ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે અધિકારી અને તેના વચેટીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:36 pm IST)