Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

આતંકીઓના માનીતા ટ્રેમેડોલ ડ્રગ્સનો કરોડોનો જથ્થો વાપીથી ઝડપાયો : ડીઆરઆઇની ધબધબાટી

ગેલેકસી ફાર્માના બે ભાગીદારોની અટક : આકરી પૂછપરછ : આ દવાના ખરીદનાર કોણ? વિસ્ફોટકોમાં ઉપયોગ ?

 વાપી તા. ૧ : સરકાર દ્વારા પ્રતિબંધિત દવાની યાદીમાં મુકાયેલા અને આંતકવાદીઓના માનીતા ડ્રગ ટ્રેમેડોલનો રૂપિયા ૫૫ કરોડનો જથ્થો ડીઆરઆઈ દ્વારા વાપી સરીગામની ફાર્મા કંપની પરથી ઝડપી પાડવામાં આવ્યો છે. તપાસ એજન્સી દ્વારા કંપનીના બે ભાગીદારો રાજેશ અને રાકેશ પુનમીયાની પૂછપરછ પણ શરૂ કરી છે.

ડીઆરઆઈ અમદાવાદને મળેલી બાતમીને આધારે અમદાવાદ, સુરત અને વાપી ડીઆરઆઈની ટીમ દ્વારા બુધવારના રોજ સંયુકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાપી સરીગામ ખાતેની ફેકટરી પર તપાસ દરમિયાન તપાસ અધિકારીઓને પ્રતિબંધિત ડ્રગનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. ડિસ્પેચ કરવા માટે તૈયાર રૂપિયા ૬.૭ કરોડની કિંમતની કેપ્સ્યૂલ સહિત રો-મટીરિયલ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની કિંમત રૂપિયા ૫૫ કરોડ આસપાસ થવાનો અંદાજ છે. આ દવાનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ચારથી પાંચ ગણુ હોવાનું કહેવાય છે. જે મુજબ આ દવાનો જથ્થો આંતરરાષ્ટી્રય બજારમાં રૂપિયા ૨૦૦ કરોડથી વધુની કિંમતનો હોવાની શકયતા છે. જે બાબતો ચકાસવામાં આવી રહી હોવાનું પ્રસિધ્ધ થયું છે.

દવા, રો- મટીરિયલ્સનો જથ્થો જપ્ત કરવા ઉપરાંત દવા બનાવવાની મશીનરી પણ સીલ કરી દીધી છે. અધિકારીઓએ હાલમાં ફેકટરીના બે ભાગીદારોની અટક કરી પૂછપરછ શરૂ કરી છે. ખાસ કરીને આ પ્રતિબંધિત દવાનો જથ્થો કયાં સપ્લાય કરવામાં આવતો હતો? દવાના મુખ્ય બાયર્સ કોણ છે? તે સહિતની વિગતો ચકાસવામાં આવી રહી છે.

આ દવાનો ત્રાસવાદીઓ સહિત સામાન્ય પ્રજા પણ દુરૂપયોગ કરતી હોય ભારત સરકારે તેના ઉત્પાદન પર ૨૬-૪-૧૮થી પ્રતિબંધ મુકેલો છે.

આ ટેબ્લેટનો ઉપયોગ ISIS સંગઠન પણ કરે છે. જયારે મિડલ ઇસ્ટમાં યુધ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ISISનાઆતંકીઓ યુદ્ઘમાં ઇજાથી થતાં દર્દ અને માનસિક તાણથી રાહત મેળવા માટે આ ટેબ્લેટ અને પાવડરનો ઉપયોગ કરતાં હતા. આંતકીઓ તેને ફાયટર ડ્રગ તરીકે પણ ઓળખે છે. આ ટેબ્લેટ લીધા બાદ એનર્જીનો પણ અહેસાસ થાય છે. વંઠેલાં નવયુવાનો આ ડ્રગને 'ફાયર ડ્રગ' તરીકે ઓળખે છે. આ ડ્રગ લીધા બાદ 'ફિલિંગ હાઇ' નશાનો અનુભવ થાય છે.

ટ્રેમાડોલ એક સિન્થેટિક ડ્રગ છે. આ ડ્રગ આપ્રિકાના નાઈજિરિયા, ઘાના જેવા દેશોમાં બહુ જ લોકપ્રિય છે. આ દેશોમાં મોટી સંખ્યામાં લોકો ડ્રગ એડિકટ બની ગયેલા છે. આ ડ્રગ લેનારાઓ સાતમાં આસમાન પર પહોંચી ગયા હોવાની લાગણીનો અહેસાસ કરે છે. યુવાનો સેકસપાવર વધારવા અને તાકાત વધારવા માટે પણ તેનું સેવન કરતાં હોવાનું જોવા મળે છે. કેટલાક ઠંડા પીણાંમાં ભેળવીને તે લેવામાં આવી રહ્યું છે. તેનાથી અલગ જ આનંદની લાગણી થાય છે.

(4:16 pm IST)
  • વાયરલ વીડિયોમાં ગોવિંદા સ્ટાઈલથી ડાન્સ કરતા આ વિદિશાના સંજીવ શ્રીવાસ્તવ ભોપાલની એક એન્જીનીયરીંગ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર કહે છે કે તેઓએ ડાન્સની કોઈ ટ્રેનિંગ લીધી નથી :અને 80ના દાયકામાં મધ્યપ્રદેશના બેસ્ટ ડાન્સરનો એવોર્ડ મેળવ્યો હતો access_time 1:07 am IST

  • પુણેમાં શરદ પવાર અને નીતિન ગડકરીની ગુપ્ત મીટિંગથી રાજકારણમાં ગરમાવો :પુણેની ફાઈવ સ્ટાર હોટલમાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ પત્રકારોને સંબોધિત કરી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ વર્ણવ્યા બાદ બંને દિગ્ગ્જ નેતાઓની હોટલમાં મુલાકાત થઇ :બંનેની પાર્ટીના કોઈપણ નેતાને આ વાતની જાણકારી નથી access_time 1:25 am IST

  • પાકિસ્તાન છેલ્લા 70 વર્ષના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારે બીજીવાર પોતાનો કાર્યકાળ પૂરો કર્યો : મોટાભાગે દેશની સેનાએ જ શાસન કર્યું હતું :પાકિસ્તાનની પીએમએલ (એન )સરકારે પાંચ વર્ષ પુરા કર્યા :સંસદીય મામલાના મંત્રાલયે 31મી મેના મધ્યરાત્રીએ 14મી નેશનલ એસેમ્બલી ભંગ થયાની જાહેરાત કરી છે: હવે 25મી જુલાઈએ સામાન્ય ચૂંટણી સુધી દેશનું કાર્યવાહક વ્યવસ્થા સંચાલન કરશે access_time 12:55 am IST