Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

લીંબાયત પોલીસ મથકના પીઆઈ એન.ડી સોલંકી સસ્પેન્ડ

અપહૃત યુવાન અંગેની ફરિયાદ નોંધવા ના પાડી ફરજમાં લાપરવહી બદલ પોલીસ કમિશનરે કર્યા સસ્પેન્ડ

સુરતના લીંબાયત પોલીસ મથકના પીઆઈ એન.ડી સોલંકીએ ગુનો નોધવાની ના પાડતા તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લીંબાયત વિસ્તારમાં આવેલ મીઠીખાડીમાં રહેતા એક યુવાનનું અપહરણ કરી દોઢ લાખની ખંડની માંગ્યા બાદ એ યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસ કમિશનરે કાર્યવાહી કર્યાનું મનાય છે

   આ અંગે મળતી વિગત મુજબ લીંબાયત વિસ્તારમાં મીઠી ખાડી પાસે એક યુવાનનું અપહરણ થયું એ સાથે જ યુવાનના પિતાએ લીંબાયત પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરવા માટે ગયા હતા. ત્યાં ફરજ પરના મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર જોશીએ ફરિયાદ પોલીસ સ્ટેશન અમલદાર (પીએસઓ)ને ગુનો નોંધવા માટે આપી હતી. અમલદારે પોલીસ ઇન્સ્પેકટર એન.ડી સોલંકીને ફોન કરી અપહરણની ફરિયાદ નોધાવી કે નહિં એ અંગે માર્ગદશન માંગ્યું હતું. જેમાં પોલીસ ઇન્સ્પેકટર એન.ડી.સોલંકીએ ગુનો નોધવાની નાં પાડી હોવાનું બાહર આવતા પોલીસ કમિશ્નર સતીશ શર્માએ ઇન્સ્પેકટર સોલંકીને ફરજમાં લાપરવાહી દાખવવા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

(1:39 pm IST)