Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

૨૨મીએ રાહુલ ગાંધી ગુજરાત આવશે

દેશમાં પરિવર્તનનો પવન : ભાજપ ૨૦૧૯માં અહંકારનું ફળ ભોગવશે : અમિત ચાવડા

રાજકોટ તા. ૧ : લોકસભાની ચૂંટણીને પગલે કાર્યકરોને માર્ગદર્શન આપવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્‍યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૨૨-૨૩મી જૂને અમદાવાદ આવી શકે છે. સૂત્રોના મતે,ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આમંત્રણને સ્‍વિકારી રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસીય મુલાકાત લશે જેમાં તેઓ વિવિધ સમાજના આગેવાનો,વેપારી મહામંડળના પ્રતિનિધીઓ,સંગઠનના હોદ્દેદારો સાથે તબક્કાવાર બેઠક યોજનાર છે. અત્‍યારે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે છે.

ચાર લોકસભા અને દસ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપ પરાસ્‍ત થયુ છે તે અંગે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્‍યુ કે,વર્ષ ૨૦૧૯ની ચૂંટણી પહેલાંનુ આ ટ્રેલર છે.પેટા ચૂંટણીમાં પ્રજાએ ભાજપને જાકારો આપ્‍યો છે. દેશમાં જાણે અત્‍યારથી પરિવર્તનનો વાયરો ફુંકાયો છે.આ પરિણામો ભાજપના નેતાઓના અહંકારનુ પરિણામ છે.

સૂત્રોના મતે, ગત વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે એકેય બેઠક મળી ન હતી. આ વખતે કોંગ્રેસ માટે સારુ ચિત્ર સર્જાયુ છે. વિધાનસભામાં ય બેઠકો વધી છે તે જોતાં કોંગ્રેસને ફાયદો થવાની પૂરેપૂરી શક્‍યતા જોવાઇ રહી છે. આ કારણોસર કોંગ્રેસે પણ પ્રજાલક્ષી કામ કરનારાં દાવેદારોને ટિકિટ આપવા મન બનાવ્‍યુ છે.  ઉમેદવારો લોકોની પસંદગી હશે. મતવિસ્‍તારમાં દાવેદારો વિશે અભિપ્રાય લેવાશ. ઉમેદવારોની પસંદગી માટે સિલેક્‍શન કમિટી ય બનાવવામાં આવશે. જોકે,કેટલાંય ધારાસભ્‍યો હવે સંસદસભ્‍ય બનવા ઇચ્‍છુક છે.ઉલ્લેખનીય છેકે,કુંવરજી બાવળિયા,વિક્રમ માડમ,વિરજી ઠુમર સહિતના ધારાસભ્‍યો સંસદ સભ્‍ય રહી ચૂક્‍યાં છે.જોકે,અત્‍યારથી જ દાવેદારોએ દિલ્‍હીના આંટાફેરા શરુ કરી લોબિંગ શરુ કરી દીધું છે.  અત્‍યારે તો જૂનના અંત સુધીમાં તાલુકા-જીલ્લાના માળખાને આખરી ઓપ આપવામાં આવનાર છે ત્‍યાર બાદ પ્રદેશના માળખાને અંતિમરૂપ અપાશે. આ દરમિયાન, લોકસભામાં જુદી જુદી બેઠકો પણ કયા ઉમેદવાર જીતી શકે છે તે અંગે અત્‍યારથી કોંગ્રેસે મનોમંથન શરુ કરી દીધુ છે.

(1:32 pm IST)
  • બ્લેકમનીની માહિતી આપનારને મળશે 5 કરોડ સુધીનું ઇનામ : કેસમાં 1 ટકાનું રીવોર્ડ મળશે : વિગત આપનારનું નામ ગુપ્ત રાખવા કોડ અપાશે : ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નવી સ્કીમ લાગુ કરી છે જેમાં કાળું નાણુંની માહિતી આપનારને ઇનામ મળશે : સીબીડીટીએ આઇટી ઈન્ફોરમેશન રીવોર્ડસ સ્કીમ જાહેર કરી છે બ્લેકમની અંગે માહિતી આપનારને 5 કરોડ સુધીનું ઈનામ મળશે ફોરેન બ્લેક મની કેસમાં 1 ટકાનું રીવોર્ડ મળશે અને આ અંગેની માહિતી આપનારની વિગત ગુપ્ત રાખવા કોડ અપાશે access_time 1:04 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાં ફિદાયીન હુમલાની આશંકા :હાઇએલર્ટ જાહેર :ગુપ્તચરની સૂચનામાં આત્મઘાતી હુમલાની ભીતિ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ:આતંકીઓ કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં :શ્રીનગર અને જમ્મુમાં નાકાબંધી વાહનોની તપાસ અને હોટલ ધર્મશાળામાં ચેકીંગ શરુ :શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓમાં સતકર્તા વધારાઈ ;સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો access_time 1:06 am IST

  • રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત :સિહોરની જીઆઇડીસી ન,1 નજીક ત્રિપલ સવારી બાઈકને અજાણ્યા વાહને અડફેટે લીધું :બે ના મોતની આશંકા :લોકોના તોલા એકત્ર થયા ;અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો access_time 12:09 am IST