Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

'રાવણે નહી રામે કર્યું હતું સીતાનું અપહરણ' : ગુજરાતના સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં છબરડો

પુસ્તક 'ઇંટ્રોડક્શન ટું સંસ્કૃત લિટ્રેચર'ના પાના નંબર 106 પર ઉલ્લેખ

ગુજરાતની સ્કૂલોમાં ધોરણ માટે સંસ્કૃત વિષય માટે આવેલા પુસ્તકોમાં નવો છબરડો બહાર આવ્યો છે. આ પુસ્તકમાં સીતાનું અપહરણ કરનારનું નામ રાવણ નહી પણ રામ બતાવવામાં આવ્યું છે. અધિકારીઓએ તેના માટે અનુવાદકને જવાબદાર ગણાવતાં હાથ અદ્ધર કરી લીધા છે. પુસ્તક 'ઇંટ્રોડક્શન ટું સંસ્કૃત લિટ્રેચર'ના પાના નંબર 106 પર લખવામાં આવ્યું છે.

(1:25 pm IST)
  • વિશ્વમાં શાંતિ જાળવી રાખવા ભારતીય સૈનિકોએ સૌથી વધુ બલિદાન આપ્યું :યુનાઇટેડ નેશનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે 70માં સ્થાપના દિવસે કહ્યું કે શહીદી વહોરવામાં સૌથી વધુ જવાનો ભારતના છે.: છેલ્લાં 70 વર્ષમાં વિશ્વમાં થયેલા પીસકિપિંગ મિશનમાં ડ્યૂટી દરમિયાન સૌથી વધારે શાંતિદૂત ભારતના જ શહીદ થયા છે. 163 ભારતીયોએ માત્ર માનવતાને ખાતર બલિદાન આપ્યું access_time 1:26 am IST

  • મેઘાલયમાં વિજય બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી :મેઘાલયની અપાતી વિધાનસભા સીટ પર કોંગ્રેસની જીતથી સૌથી મોટી પાર્ટી બનવા છત્તા વિપક્ષમાં બેસશે:60 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના હવે 21 ધારાસભ્યો થયા: સતાધારી એનપીપીથી એક સીટ વધુ છે :એનપીપીનાં નેતૃત્વવાળી સરકારમાં ભાજપના 2,યુડીપીના 6,પીડીએફના 4,એચએસપીડીપી2,એનસીપી 1,અને 2 અન્ય મળીને સરકાર બની છે access_time 1:17 am IST

  • યુપીઃ નાયબ મુખ્‍યમંત્રી દિનેશ શર્માનો બફાટ : સીતાજીનો જન્‍મ ટેસ્‍ટ ટયુબ બેબી થકી થયો હતો : મહાભારત-રામાયણ કાળમાં લાઇવ ટેલીકાસ્‍ટથી લઇને ટેસ્‍ટ ટયુબ બેબી ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો access_time 4:57 pm IST