Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમદાવાદની સિવિલ સ્થિત કેન્સર હોસ્પિટલમાં શરૂ કરાયું કોવિડ સેન્ટર :262 બેડની છે સુવિધા

દરેક બેડ વેન્ટિલેટરમાં કન્વર્ટ થઇ શકે તેવી વિશેષ સુવિધા

 

અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરિસરમાં કાર્યરત કેન્સર હોસ્પિટલમાં પણ કોવિડ સેન્ટર શરૂ કરાયુ છે. જેમાં 262 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરાયા છે. ગુજરાત રિસર્ચ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત કેન્સર હોસ્પિટલની નવનિર્મિત ઇમારતને પણ આજથી કોવિડ સેન્ટર તરીકે કાર્યરત કરાઇ છે.

262 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં પણ હવે દર્દીઓ સારવાર માટે દાખલ કરી શકાશે. 262 બેડની કેપેસિટી ધરાવતી સંસ્થામાં 150 તબીબો, 150 નર્સિંગ સ્ટાફ, 50 ટેકનિશિયન, 50 પેરામેડિકલ સ્ટાફ, 120 સેવકો કાર્યરત છે હાલ એક વોર્ડમાં કોરોનાના પોઝીટીવ લક્ષણો ધરાવતા 9 દર્દીઓ દાખલ કરાયેલા છે. એટલું નહી બે આઈ.સી.યુ વોર્ડમાં 20 બેડની સુવિધા છે તથા 22 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. સાથે સાથે દરેક બેડ વેન્ટિલેટરમાં કન્વર્ટ થઇ શકે તેવી વિશેષ સુવિધા પણ છે.

(12:48 am IST)