Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

રાજ્યમાં આકરી ગરમી : પાંચ શહેરોનું તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું : સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી

રાજયમાં કુલ 9 શહેરોનું તાપમાન 40 ડીગ્રીને પાર કરી ગયુ

અમદાવાદ ; એપ્રિલ મહિનો પૂરો થયો છે અને મે મહિનાની શરૂઆત થઇ ચૂકી છે અને આકાશમાંથી અગન ગોળા વરસાવતી ગરમી પડવા લાગી છે. રાજયમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડીગ્રીને પાર કરી ગયુ છે. જેમાં આજના દિવસે રાજયમાં સૌથી વધુ 42.8 ડીગ્રી ગરમી સુરેન્દ્રનગરમાં પડી છે. તો અમદાવાદમાં 42.5 ડીગ્રી તાપમાન નોંધાયુ છે. રાજયમાં કુલ 9 શહેરોનું તાપમાન 40 ડીગ્રીને પાર કરી ગયુ છે.

(11:26 pm IST)