Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

કોરોનાની મહામારીને કારણે મા ઉમિયાની પૂનમની નગરયાત્રા મોકૂફ રાખવા નિર્ણંય

નગરયાત્રા મોકૂફ રહેતાં શ્રદ્ધાળુઓમાં નિરાશા ફેલાઈ

 

અમદાવાદ : દર વર્ષે વૈશાખ સુદ-પૂનમના દિવસે પરંપરાગત માતાજીની નગરયાત્રા નીકળે છે. નગરયાત્રામાં દેવ-દેવીઓના અલગ-અલગ ટેબલો આકર્ષણનું કેન્દ્ર હોય છે. પણ વર્ષે કોરોનાની મહામારીને કારણે મા ઉમિયાની નગરયાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે  વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ઊંઝા સંસ્થાએ મહત્વપુર્ણ નિર્ણય નિર્ણય કર્યો હતો.

વર્ષે 7-5-2020નાં રોજ મા ઉમિયાની નગરયાત્રા નીકળવાની હતી. પણ મા ઉમિયાની નગરયાત્રાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. દર વર્ષે મા ઉમિયાની નગરયાત્રામાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. તો નગરયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લે છે. તેવામાં વર્ષે યોજાનારી નગરયાત્રા મોકૂફ રહેતાં શ્રદ્ધાળુઓમાં નિરાશા ફેલાઈ ગઈ હતી.

મા ઉમિયાની નગરયાત્રાને લઇ ગંજબજાર સહિતના તમામ બજારો બંધ રહે છે. રથનું ગંજબજાર સહિત ઠેર-ઠેર સ્વાગત કરાતું હોય છે. તમામ મહોલ્લા, પરા, ચોક,વિસ્તાર, ધાર્મિક મંદિરો, સંસ્થાઓ દ્વારા રથનું પૂજન કરવામાં આવે છે. ઊંઝા સહિત દેશ-વિદેશમાં વસતા મા ઉમાના ભક્તો તેમજ વંશજો ઊંઝા પધારી નગરયાત્રામાં જોડાય છે. મૈયાનું મંદિર રાત્રે ડિજીટલ લાઈટથી દિવાળીની જેમ ઝગમગી ઉઠે છે.

(10:51 pm IST)