Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

રાજ્યના ગ્રીન ઝોનમાં પાન-મસાલા અને સીગારેટ, ગુટખાના વેચી શકાશે

સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવા જરૂરી

અમદાવાદ : લૉકડાઉન ત્રીજી વખત વધતા 17 મે સુધી દેશમાં રેલ, મેટ્રો અને એરલાઇન્સ સેવા બંધ રહેશે. તો શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ નહીં ખુલે. સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટ પણ બંધ રહશે. ધાર્મિક સ્થળ પણ બંધ રહેશે. તો આ લૉકડાઉનમાં ઝોન મુજબ પ્રતિબંધ અને છૂટછાટ રાખવામાં આવી છે. ત્યારે તમામ ઝોનમાં પાન-મસાલા, સિગારેટ, ગુટખા, તંબાકૂ અને દારૂના વેચાણને મંજૂરી અપાઇ છે.

જોકે પાન-મસાલા, ગુટખા અને તંબાકૂનું સેવન જાહેરમાં કરવા પર પ્રતિબંધ છે. સાથે જ પાન-મસાલાનું વેચાણ કરી રહ્યા છે, તેમણે એ નક્કી કરવાનું રહેશે કે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રહે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં આવે. સાથે જ દુકાનોને આ વાતનું પણ ધ્યાન રાખવાનું રહેશે કે એક સમયે દુકાનમાં પાંચથી વધુ લોકો ન હોય.

 

ગુજરાતમાં મોરબી, દેવભૂમિ-દ્વારકા, અમરેલી, પોરબંદર, જૂનાગઢ આ પાંચ જિલ્લા ગ્રીન ઝોનમાં છે. જેથી અહીં પાન-મસાલા, તમાકુ અને સિગારેટનું વેચાણ કરી શકાશે તેમ કહી શકાય

(10:44 pm IST)