Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમદાવાદમાં માસ્ક ,સેનિટાઇઝનો અભાવ બદલ પહેલા દિવસે 4,47 લાખનો દંડ વસુલાયો : ચાર એકમ સીલ

મોલ અને દુકાનોમાં માસ્ક અને સેનિટાઇઝરનો અભાવ દેખાતા એએમસીની કાર્યવાહી

અમદાવાદ :શહેરમાં આજથી માસ્ક, સેનિટાઇઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સિગ ફરજીયાત કરી દેવાયુ છે એએમસી ટીમ દ્વારા વહેલી સવારથી શહેરના અલગ અલગ વોર્ડમા ટીમ બનાવી ચેકીંગ હાથ ધરાયું હતુ. શાકભાજી લારીવાળા, કરિયાણા દુકાન, દૂધ ડેરી સહિત મોલમાં ચેકીંગ હાથ ધરાયું હતુ. મોલ અને દુકાનોમાં માસ્ક અને સેનિટાઇઝરનો અભાવ દેખાતા કાર્યવાહ હાથ ધરાઇ હતી .

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાહેરાત કરી હતી કે 1 મે થી શહેરમાં તમામ નાગરિકોએ માસ્ક અને સેનિટાઇઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સિગ ફરજીયાત છે. જે વ્યક્તિ નિયમનું પાલન નહી કરે તેવા એકમ સામે 2 હજાર થી 50 હજાર સુધીનો દંડ વસુલ કરાશે. એએમસી ટીમ દ્વારા 149 ટીમ બનાવી શહેરના અલગ અલગ વોર્ડમા 1590 એકમો ચેક કર્યા હતા. નિયમનું પાલન ન કરતા ચાર એકમ સીલ કર્યા હતા. આ ઉપરાંત દંડ રૂપે 4 લાખ 4 હજાર વસુલ કરવામાં આવ્યા હતા 4. બોડકદેવ સ્થિત અમૂલ પાર્લર સીલ કરાયો હતો અને ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલ હિંદ મોલને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.

 

(10:38 pm IST)