Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમદાવાદ જિલ્લામાં વધારે ચાર પોઝિટિવ કેસ સપાટીએ

જિલ્લામાં વધી રહેલો કોરોના કેસોને લઇ તંત્ર ચિંતિત : કુલ આંકડો ૩૭ થયો : બોપલમાં કદંબ ફ્લેટમાં એક જ પરિવારના બે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ચકચાર

અમદાવાદ,તા. : કોરોના વાઇરસનો ફેલાવો હવે અમદાવાદ જિલ્લામાં પણ ગંભીર રીતે પ્રસરી રહ્યો છે. ગઇકાલે અમદાવાદ જિલ્લામાં ચાર પોઝિટિવ કેસ બાદ આજે બોપલમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાતાં ભારે ચકચાર મચી ગઇ હતી. બોપલમાં આવેલ કદંબ ફ્લેટમાં એક પરિવારના બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે એક મહિલાનો રિપોર્ટ બપોર બાદ આવશે. વધુ બે કેસ નોંધાતા બોપલમાં કુલ પાંચ કેસ થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં કુલ ૩૭ કેસ થયા છે. અમદાવાદ જિલ્લામાં પણ હવે કોરોના પોઝિટિવના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા હોવાનું સામે આવતાં સ્થાનિક આરોગ્ય વિભાગ અને તંત્ર દોડતુ થઇ ગયુ છે.                    

            અમદાવાદ જિલ્લાના સેંકડો ગામોને કોરોના સંક્રમણથી બચાવવા અને કોરોનાનો ફેલાવો અટકાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના નેતૃત્વ નીચે જિલ્લાના ૪૬૪ ગામોમાં એક સાથે સેનીટાઇઝેશન કરવાની રાજયમાં સૌપ્રથમવાર રેકોર્ડબ્રેક કામગીરી તા.૩જી મેના રોજ હાથ ધરાનાર છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા સેનિટેાઇઝેશન ખૂબ મહત્વની બાબત છે, ત્યારે કામગીરી માટે કુલ લાખ લિટર દવાનું સોલ્યુશન વપરાશે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ યોદ્ધા કમિટી તથા કોરોનાનું સંક્રમણ અટકાવવા કાર્યરત સ્વૈચ્છિક પ્રજાજનોના સહયોગથી માસ મુવમેન્ટ હાથ ધરાનાર છે. અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસો ૩૭ને પાર થઇ જતાં હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ દહેશત-ફફડાટની લાગણી જોવા મળી રહી છે.

(9:51 pm IST)