Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ગુજરાતમાં આજે નોંધાયેલા કોરોનાના 326 કેસમાંથી 267 કેસ એકલા અમદાવાદમાં: સૌથી ઊંચો આંકડો

છેલ્લા 3 દિવસમાં 947 કેસ નોંધાયા : અમદાવાદ સિવાયના શહેરોમાં કેસ ઓછા

ગુજરાતમાં 19 એપ્રિલે 367 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં 15 એપ્રિલ પછી બેનો આંક ખોવાઈ ગયો છે. તે પછી કોરોના સંક્રમિતોના આંક ત્રણની સંખ્યામાં જ આવી રહ્યા છે.ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં 1900થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં 17 એપ્રિલ સુધીમાં 1099 કેસ હતા. તે પછી 2 હજાર કેસ સુધી પહોંચવામાં 21 એપ્રિલ એટલે કે ચાર દિવસનો સમય લાગ્યો હતો. તે પછીથી વધુ 4 દિવસે એટલે કે 25 એપ્રિલે 3071 કેસ નોંધાયા હતા. વધુ 4 દિવસે નવા 1000 કેસ નોંધાતા 29 એપ્રિલે 4000 પ્લસ કેસ થયા હતા. હાલની સ્થિતિ જોતાં અત્યાર સુધી છેલ્લા 3 દિવસમાં 947 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4721 કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે. ગુજરાતમાં આજે નોંધાયેલા 326 કેસમાંથી 82 ટકા કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં આજે અત્યાર સુધીનો સૌથી ઊંચો આંક છે.

(9:21 pm IST)