Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમદાવાદથી ઉત્તરપ્રદેશ પગપાળે જઈ રહેલ 38 શ્રમિકોને અરવલ્લી પોલીસે ઝડપ્યા:સ્થાનિક રહીશોમાં ફફડાટ

અમદાવાદ: શહેરથી ઉત્તરપ્રદેશ પગપાળે જઈ રહેલા 38 શ્રમિકોને અરવલ્લી પોલીસે ઝડપી લીધા હતા.ઝડપી પડાયેલ આ શ્રમિકોને મોડાસા ના સર્વોદય નગર વિસ્તારમાં આવેલ સ્પોર્ટસ સંકુલ ખાતેના આશ્રય સ્થાનમાં મોકલી અપાયા હતા.પરંતુ ટ્રકમાં ભરી લઈ લવાયેલ અને નગરના સાંઈમંદિર નજીક ટ્રકમાંથી ઉતારી ચાલતા લઈ જવાયેલ આ શ્રમિકોને લઈ સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.

મોડે મોડે વિદેશમાં ફસાઈ ગયેલાઓને પરત દેશમાં લાવવાના નિર્ણય ની સાથે સાથે શ્રમિકોને તેમના વતનના રાજયમાં જવાની મંજૂરી સરકાર દ્વારા અપાઈ છે.ત્યારે ગૃહ મંત્રાલયની નવી ગાઈડ લાઈન હેઠળ હવે આ પરપ્રાંતીય શ્રમિકો ને જરૂરી તકેદારી રાખી વતનના રાજયમાં પરત મોકલવામાં આવનાર છે.ત્યારે અરવલ્લી પોલીસે ગત બુધવારની રાત્રે નેશનલ હાઈવે માર્ગના વાંટડા નજીક થી પગપાળે અમદાવાદ થી ઉત્તરપ્રદેશ જઈ રહેલા 38 શ્રમિકોને ઝડપી લીધા હતા.અને આ તમામ શ્રમિકોને શામળાજી ખાતે ના શેલ્ટર હાઉસમાં લઈ જવાને બદલે મોડાસા નગરના મધ્યમાં રહેણાંક વિસ્તારમાં આવેલ એક શેલ્ટર હાઉસમાં લવાતાં જિલ્લા તંત્રના આ નિર્ણય સામે જ આશ્ચર્ય ફેલાયું હતું.

(5:21 pm IST)