Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

સાબરકાંઠા જિલ્લામાં ખેરોજ પોલીસે નદીના પટમાં રેતી ખનનનું કૌભાંડ ઝપવામાં આવ્યું

સાબરકાંઠા:જિલ્લાના ખેરોજ પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થતી સાબરમતી નદીના પટમાં છેલ્લા કેટલાય સમયથી કેટલાક ખનીજ માફીયાઓ ખાણખનીજ વિભાગની પરવા કર્યા વિના રેતીનું ખનન કરી પોતાની દાદાગીરી કરી રહ્યા છે ત્યારે ખેરોજ પોલીસ તથા જિલ્લાના અન્ય વિભાગો ધ્વારા બુધવારે રાત્રે દરોડો પાડીને તપાસ કરતા આ ખનીજ માફીયાઓએ પોતાના આકાઓની મહેરબાનીથી સાબરમતી નદીનો ત્રણ કિલોમીટરનો પટ ખોદી કાઢીને આ રેતી એક જગ્યાએ ખેતરમાં ઢગલા કરી દીધા હતા જેને લઈને ખેરોજ પોલીસે અંદાજે રૂ.કરોડ 15 લાખનો મુદ્દામાલ સીઝ કરીને આ ખનીજ માફીયાઓ સામે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કર્યા બાદ તે અંગે સાબરકાંઠા જિલ્લાના ખાણખનીજ વિભાગને જાણ કરાઈ હતી. જેથી ન છુટકે ખાણખનીજ વિભાગે તપાસ માટે ગુરૂવારે અધિકારીઓની ટીમ મોકલી છે.

ખેરોજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.વી.જોટાણા તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણના જણાવાયા મુજબ બુધવારે ખેરોજ પોલીસનો સ્ટાફ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ કરી રહ્યો હતો ત્યારે તેમને એવી બાતમી મળી હતી કે અંબાઈગઢા તથા પંથાલ ગામની સીમમાંથી પસાર થતી સાબરમતી નદીના પટમાંથી કેટલાક ખનીજ માફીયાઓ ગેરકાયદે રેતીનું ખનન કરી વાહનોમાં ભરી લઈ જઈ રહ્યા છે.બાદ ખેરોજના પી.આઈ.એ આ અંગે વધુ પોલીસ સ્ટાફની માંગણી કરીને એલ.સી.બી. તથા પોલીસના અન્ય વિભાગના અધિકારીઓને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી હતી.

(5:20 pm IST)