Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના ત્રણ પોજીટીવ કેસ આવતા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે દુકાનો આગળ રાઉન્ડ કરી તકેદારી હાથ ધરવામાં આવી

સાબરકાંઠા: જિલ્લામાં કોરોના વાયરસના ત્રણ પોઝેટીવ કેસ નોધાયા બાદ વહિવટી તંત્ર ધ્વારા લોકડાઉનનો કડક અમલ કરાઈ રહ્યો છે ત્યારે છેલ્લા 37 દિવસથી ઘરોમાં ભરાઈ રહેલી આમ પ્રજાને રાહત મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે નિર્ણય લીધો છે ત્યારે આગામી તા.મે થી સાબરકાંઠા જિલ્લામાં લોકડાઉનમાં કેટલીક રાહતો આપવાનો નિર્ણય લેવાયો છે જેના પગલે ગુરૂવારે હિંમતનગરમાં આવેલા બજાર વિસ્તારમાં દુકાનો ધરાવતા વેપારીઓને પોતાની દુકાન આગળ સોશ્યલ ડીસ્ટબન્સ જાળવવા માટે ખરીદી કરવા આવનાર ગ્રાહકો ભીડભાડ ન કરે તે માટે રાઉન્ડ દોરી દેવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લાના અન્ય સ્થળે પણ લોકડાઉનમાં આંશીક રાહત મળવાની સંભાવના સેવાઇ રહી છે.

 નગરપાલિકાના ચીફઓફીસર અલ્પેશ પટેલના જણાવાયા મુજબ હિંમતનગર પાલિકા વિસ્તારમાં આવેલ દુકાનો છેલ્લા 37 દિવસથી બંધ હોવાને કારણે દિવસે અને રાત્રે સુમસામ ભાસી રહ્યા છે. વહિવટી તંત્ર તથા પોલીસ સિવાય કોઈ દેખાતુ નથી તો બીજી તરફ આમ પ્રજા પણ ઘરોમાં રહીને અકળાઈ ઉઠી છે.

(5:20 pm IST)