Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ગાંધીનગર જિલ્લામાં લોકડાઉનનું અમલ કરવા પોલીસની તનતોડ મહેનત:ટુ વહીલર પર એકથી વધુની સવારી પર ફરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીનો આદેશ

ગાંધીનગર: શહેર અને જિલ્લામાં લોકડાઉનનું કડક પાલન કરાવવા માટે પોલીસ મથી રહી છે ત્યારે હવે સીસીટીવીના આધારે વિવિધ વિસ્તારોમાં ટુ વ્હીલર ઉપર એકથી વધુ સવારી મુસાફરી કરતાં લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અડાલજ પોલીસે ગાંધીનગરમાં કામ કરવા આવતાં અંબાપુરના રમેશભાઈ માનાજી ઠાકોર સામે ગુનો નોંધ્યો છે તો પેથાપુર પોલીસે બાઈક ઉપર ત્રણ સવારી નીકળેલા પીંપળજ ગામના સરદારજી સોમાજી ઠાકોર, હાર્દિક દશરથજી ઠાકોર અને કલોલ મુબારકપુરાના અશોક સાગરભાઈ દેસાઈ સામે ગુનો નોંધ્યો હતો તો સે-૬/૭ પાસે બાઈક ઉપર સવાર મુકેશભાઈ ખેતાજી સોલંકી રહે.સે-ર૪, મીકીભાઈ શંકરભાઈ મારવાડી અને મોહનભાઈ કંપાભાઈ મારવાડી રહે.આદિવાડાને પકડયા હતા. તો રાંધેજા ચોકડી પાસેથી પણ પેથાપુર પોલીસે ભાવેશકુમાર મનોજભાઈ વાઘેલા રહે.માણસા, કલ્પેશ ભીખાજી ઠાકોર રહે.વાસણ અને આનંદજી રાજુજી ઠાકોર રહે.ધોળાકુવા સામે કાર્યવાહી કરી હતી.

શાકભાજીની લારીઓ સંદર્ભે પણ સે-ર૦માં પંકેશ નારણભાઈ દંતાણી, સે-રપ વિવેકાનંદ નગરમાં રીટા અમરતભાઈ દંતાણી અને સે-ર૪માં દશરથ વાલજીભાઈ પટણી, લાભુ લાખાભાઈ સોલંકી, મેહુલ ગોવિંદભાઈ પટણી, વિજયભાઈ છગુભાઈ દંતાણી રહે.સે-ર૪ તેમજ વાવોલ કુબેરનગરમાં અરવિંદભાઈ કાળાભાઈ દંતાણી તેમજ મુકેશભાઈ ગાલાભાઈ દંતાણી સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

(5:19 pm IST)