Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

સુરતમાં લોકડાઉનના સમયમાં લીંબાયત પોલીસે સુભાષનગરમાં કોમ્યુનિટી હોલ નજીક જાહેરમાં જુગાર રમતા 6 શકુનિઓને પોલીસે ઝડપી પાડયા

સુરત: શહેરમાં લોકડાઉન હોવા છતાં સુરતના લીંબાયત સુભાષનગર કોમ્યુનીટી હોલ પાસે જાહેરમાં જુગાર રમતા 6 યુવાનોને લીંબાયત પોલીસે ઝડપી પાડી રોકડા રૂ.15,350 કબ્જે કરી લોકડાઉન ભંગ અંગેનો ગુનો પણ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, લીંબાયત પોલીસે કંટ્રોલ રૂમમાંથી મળેલા સંદેશાના આધારે ગત બપોરે સુભાષનગર કોમ્યુનીટી હોલ પાસે પ્લોટ નં. 261ની પાસે જાહેરમાં જુગાર રમતા સમાધાન દજયસીંગ બીરાસે ( ઉ.વ. 32 ) ( રહે. પ્લોટ નં.305, ગલી નં.3, સુભાષનગર, લીંબાયત, સુરત ), નીતીન વિનાયક પાટીલ ( ઉ.વ.35 ) ( રહે. પ્લોટ નં.262, ગલી નં.3, સુભાષનગર, લીંબાયત, સુરત ), કનૈયા વસંત સોનાર ( ઉ.વ.28 ) ( રહે. ઘર નં.340, ગલી નં.4, સુભાષનગર, લીંબાયત, સુરત ), તુષાર સુદામ નિકમ ( ઉ.વ.31) ( રહે. પ્લોટ નં. 32, ગલી નં.4, સુભાષનગર, લીંબાયત, સુરત), જ્ઞાનેશ્વર ચિંતામણી કોળી ( ઉ.વ.32 ) ( રહે, પ્લોટ નં.43, ગલી નં.3, સુભાષનગર, લીંબાયત, સુરત ) અને મેઘરાજ ભગવાન પાટીલ ( ઉ.વ.30 ) ( રહે, પ્લોટ નં.9, આસપાસનગર 1, સંજયનગર, લીંબાયત, સુરત )ને ઝડપી લીધા હતા.

(5:19 pm IST)