Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

સુરતના ક્લસ્ટર ઝોન વિસ્તારમાં જૂથમાં એકઠા થઇ ગપ્પા મારનાર સાત શખ્સો પોલીસના સકંજામાં

સુરત: શહેરમાં ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવેલા કોસાડ આવાસના રહેવાસીઓને ફરજીયાત ઘરમાં રહેવાનો આદેશ હોવા છતા ટોળું વળી ગપ્પા મારનાર 9 જણાને અમરોલી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરોલી-કોસાડ આવાસ એટલે અત્યંત ગીચ વસ્તી વાળો વિસ્તાર છે અને ત્યાં પણ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાતા મહાનગરપાલિકા દ્વારા આવાસની કુલ 405 બિલ્ડીંગમાં રહેતા 1.02 લાખ લોકોનો ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવતા ત્યાં તમામ રહેવાસીઓને ફરજીયાત ઘરમાં રહેવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતા આવાસમાં  H4 બિલ્ડીંગ પાસે ટોળું વળીને ગપ્પા મારી રહ્યા હોવાનો વ્હોટ્સ અપ મેસેજ અમરોલી પોલીસને મળ્યો હતો. 

(5:18 pm IST)