Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

સુરતમાં ઉગત કેનાલ રોડ નજીક આંબેડકર આવાસમાં પરિચિત ગ્રાહકે સિગારેટ લેવા જઈ દુકાનદાર પરિણીતા સાથે અશ્લીલ હરકતો કરતા ચકચાર

સુરત: શહેરમાં ઉગત કેનાલ રોડ સ્થિત આંબેડકર આવાસમાં સિગારેટ લેવા જનાર મનપાની સફાઇ કામદાર મહિલાના પુત્ર અને દુકાનદાર મહિલા વચ્ચે ભાવ ના મુદ્દે ઝઘડો થતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. જ્યાં દુકાનદાર મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી જયારે સફાઇ કામદાર મહિલાએ દુકાનદાર મહિલાના પરિવારે સિગારેટનો ભાવ વધારે માગી માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.

ઉગત કેનાલ રોડ સ્થિત માઇલ સ્ટોન કોમ્પ્લેક્ષની સામે આંબેડકર આવાસમાં બી-101માં રહેતી મનપાની સફાઇ કામદાર નિર્મળાબેન રતિલાલ મેરીયાનો પુત્ર ભરત ઉર્ફે કલ્પેશ (ઉ.વ. 23) ગત રાત્રે આવાસમાં રહેણાંક ઘરની અંદર ચાલતી દુકાનમાં સિગારેટ લેવા માટે ગયો હતો. ત્યારે દુકાનદાર પરિણીત મહિલા સંગીતા (નામ બદલ્યું છે) એ સિગારેટ આપવાનો ઇન્કાર કરતા ભરત ઉર્ફે કલ્પેશે તેણીની સાડી ખેંચી હતી અને ત્યાર બાદ જમણો હાથ ખેંચી અશ્લીલ હરકતો કરી હતી.

(5:18 pm IST)