Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

વડોદરા નજીક રતનપુરમાં કબાટના ભોંયરામાં છુપાવેલ દારૂનો જથ્થો ઝડપી બુટલેગર સાથે વાતચીત કરી મામલો પટાવનાર એલસીબીનો જમાદાર સસ્પેન્ડ

વડોદરા: નજીક રતનપુર ગામે કબાટમાં બનાવેલા ભોંયરામાં છુપાવેલો દારૃ ઝડપાયા બાદ વોન્ટેડ બુટલેગર સાથે થયેલી વાતચીતનો ઓડીયો વાઇરલ થયા બાદ જિલ્લા ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયો છે.

આ અંગેની વિગત એવી છે કે માર્ચ માસના પ્રારંભમાં રતનપુર ગામે નામચીન બુટલેગર હીતેશ ઉર્ફે પપ્પુ અને રાકેશ ઉર્ફે લાલા નામના બે બુટલેગર ભાઇઓના ઘેર દરોડો પાડી પોલીસે તિજોરીના કબાટમાં બનાવેલા ખાસ ભોંયરામાં છુપાવી રાખેલો દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો. આ ઘટના બાદ વોન્ટેડ બુટલેગર રાકેશ ઉર્ફે લાલાએ જિલ્લા એલસીબીના હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર નાથાલાલા પટેલ સાથે મોબાઇલ પર વાતચીત કરી હતી.

(5:17 pm IST)