Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ગુજરાત સ્થાપના દિવસે કાયદા અને વ્યવસ્થાની એસી કી તેસી:13 કેદીઓ તાળા તોડી રફુચક્કર

દાહોદ: જિલ્લાના દેવગઢ બારીયામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરાં ઉડાડતી ઘટના પ્રકાશમાં આવી છે. જેલમાં તાળાં તોડીને 13 કેદીઓ ફરાર થઈ જતા તંત્ર દોડતું થયું છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની સબ જેલમાંથી એક સાથે 13 કેદીઓ ફરાર થતા લોક ડાઉનના કડક અમલ દાવા પોકળ સાબિત થયા છે કારણકે કિલ્લેબંધી ગણાતી જેલમાંથી લોખંડી સુરક્ષા વચ્ચે કેદીઓ ભાગી જતા પોલીસ માટે લાંછનરૂપ ઘટના સાબિત થઇ રહી છે.

(5:17 pm IST)