Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

સુરત રેડ ઝોનમાં આવતા જિલ્લામાં ૩ મે એ પુરા થતા લોકડાઉન બાદ કોઇ છૂટછાટ મળવાની શક્યતા લાગતી નથી

સુરતઃ સુરતમાં કોરોના વાયરસા નવા 12 કેસ નોંધાવાની સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 625 જેટલી થઈ ગઈ છે. આ સાથે સુરતમાં અત્યાર સુધી કોરોનાને કારણે 25 લોકોના મૃત્યુ પણ થયા છે. તો 68 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે.

આજે નવા 12 કેસ નોંધાયા

સુરતમાં આજે આવેલા રિપોર્ટમાં 12 લોકો પોઝિટિવ મળ્યા છે. જેમાંથી મોટા ભાગના કેસ વરાછા વિસ્તારમાં નોંધાયા છે. તમામ લોકોને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી વધુ કેસ સુરતમાં જ નોંધાયા છે.

સુરત રેડ ઝોનમાં

કેન્દ્ર સરકારે આજે દેશભરના જિલ્લાઓમાં કોરોના વાયરસના કેસની સ્થિતિના આધારે તેને ત્રણ ઝોન (રેડ, ઓરેન્જ અને ગ્રીન)માં ભાગલા પાડ્યા છે. જેમાં સુરત જિલ્લો રેડ ઝોનમાં છે. રેડ ઝોનમાં આવતા જિલ્લાને 3 મેએ પૂરા થઈ રહેલા લૉકડાઉન બાદ કોઈ છૂટછાટ મળવાની શક્યતા લાગતી નથી.

(4:36 pm IST)