Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

વિજયભાઈ- મનસુખભાઈની અનુમોદના કરતો જૈન સમાજ

કચ્છના તુણા બંદરેથી જીવતા પશુઓની નિકાસ બંધ કરાતા

રાજકોટઃ વર્તમાન કોરોનાની મહામારીમાં લોકડાઉન ના કપરા સમયે દેશભરના વિવિધ સ્થાનોથી ગુજરાતમાં કચ્છના તુણા બંદર તરફ અમાનવીય રીતે અત્યંત ક્રુરતા ભરી રીતે અબોલ પશુઓ વિદેશમાં નિકાસ માટે લાવવામાં આવી રહ્યા હતા અને ક્રુર નિકાસ શરૂ પણ થઈ ગઈ હતી, કોરોના ના આ સમયમાં આ નિકાસ અત્યંત જોખમી હતી, ઉપરાંત સમ્રગ ગુજરાત ની શાકાહારી પ્રજા આ પ્રક્રિયા ના સખ્ત વિરોધ મા હતી અને કાયમી હોય જ છે અબોલ-લાચાર પશુઓની ક્રુર નિર્મમ નિકાસ શરૂ થઈ તેનો સમ્રગ ગુજરાતની જીવદયાપ્રેમી પ્રજાએ પુરજોશમાં વિરોધ કર્યો-રજુઆત કરી.

સૌ દ્વારા આ નિકાસ તાત્કાલિક અટકાવવા જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાને કરૂણા સભર રજુઆતો કરાઈ હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તાત્કાલિક દિલ્હી અને વિવિધ મંત્રાલયોમાં વાત કરી અને આ નિકાસ અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

નિકાસ અટકાવવાના જ સમગ્ર જીવદયાપ્રેમી સમાજ, સાધુઓએ, મહાત્માઓએ ખૂબજ પ્રસંન્નતા વ્યકત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના જૈન શ્રેષ્ઠી શ્રી ચંદ્રકાંતભાઇ શેઠ સહિતના અગ્રણીઓ સતત વિનંતીઓ સરકારમા વિવિધ સ્તરે કરી હતી. ગુજરાતના જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી એ આ નિકાસ અટકાવી જીવદયાનુ મહાન કામ કર્યું છે. આ ઉપરાંત તેમના શાસનમાં અબોલ જીવો માટે અનેક કલ્યાણકારી કાર્યો સતત થતા રહે છે તે બદલમાં જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સમગ્ર જૈન સમાજ અને જીવદયા સમાજ અનુમોદના કરેલ.

(3:49 pm IST)