Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

કોરોનાનો સામનો કરીએ, સ્વચ્છતા જાળવીએઃ વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા

રાજયમાં જનજીવન ધબકતુ કરવા સરકારના પ્રયાસોઃ અશ્વિનીકુમાર

ગાંધીનગર તા. ૧ :.. રાજયના મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે કોરોના વાયરસની સ્થિતિમાં રાજયના નાગરિકોને પુરતા પ્રમાણમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ સમયસર મળી રહે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.

રાજયમાં માર્કેટ યાર્ડ ધીમે ધીમે ખુલી રહયા છે અને ખેડૂતોના આયતી માલને પુરતા પ્રમાણમાં વેતન મળી રહે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

રાજય સરકારે લોકડાઉન બાદ પ્રજાને કોઇપણ તકલીફ ન પડે તે માટે ખૂબ જ સારા પ્રયાસો હાથ  ધર્યા છે. શ્રમિકોને પુરતુ વેતન આપવું, ઔદ્યોગીક એકમોને ધબકાતા કરવા, બી. પી. એલ.કાર્ડ ધારકોને પુરતુ અનાજ, તેમના ખાતામાં રૂ. ૧૦૦૦ જેવા મહત્વના નિર્ણયો કર્યા છે.

રાજયના મુખ્યમંત્રીએ આજે ગુજરાતના ૬૦માં સ્થાપના દિવસે સૌને વિનંતી કરૂ છું લોકડાઉનનો અમલ કો, માસ્ક પહેરો, સેનેટાઇઝનો ઉપયોગ કરો, વારંવાર હાથ ધોવાનો આગ્રહ રાખો તેવી વાત દહોરાવી હતી કોરોની સામેની લડતમાં આપણે સૌ સાથે મળી સામનો કરીએ.

રાજયમાં સરકારી તંત્રને તમામ મોરચે યોગ્ય સાથ અને સહકાર આપવાની અપીલ કરી હતી.

રાજયમાં શાકભાજી, દુધ, ફળફળાદી વગેરે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પુરતા પ્રમાણમાં મળી રહેછે. ધકકા મુકી ન કરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો.

આજે ૬૦માં ગુજરાતના સ્થાપના દિવસે જુદા જુદા ગામોના સરપંચો, નગરપાલિકાના પ્રમુખો વગેરે સાથે કોરોના આમનો સામનો કરવા તેમજ સફાઇ ઝુંબેશ કડક રાખી સ્વચ્છતા તરફ ધ્યાન દોરેલ છે. આ ઉપરાંત ચીફ ઓફિસરોને પણ કડક પાલન માટે જાણ કરી છે.

રાજયના ૬૧ લાખ એપીએલ કાર્ડ ધારકો જેના ર.પ૦ કરોડની વસ્તીને મે માસમાં  અનાજ પુરવઠો વિના મૂલ્યે આપવામાં આવશે.

રાજયમાં શાળાઓ / માધ્યમિક સ્કુલો/ કોલેજોના વિદ્યાર્થીઓને નિબંધ, કાવ્યો, ચિત્રોની સ્પર્ધા ચાલુ કરાવનો નિર્ણય કર્યો છે. ઉપરાંત ત્રણ તબક્કામાં પુરસ્કાર આપવામાં આવશે. પ્રથમ આવનારને રૂ. ૧પ હજાર રૂ. બીજા ક્રમને ૧૧ હજાર અને ત્રીજા ક્રમને પ હજાર આપવાનો નિર્ણય કરેલ.

(4:03 pm IST)