Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

છાત્રોએ અચાનક મળેલા લાંબા સમયના વેકેશનનો લાભ લેવો જોઇએઃ ભુપેન્દ્રસિંહ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આનંદનું ઓપન માઇકમાં શિક્ષણમંત્રીએ છાત્રોને માર્ગદર્શન કર્યા

રાજકોટ તા. ૧: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલતા આનંદનું ઓપન માઇક કાર્યક્રમમાં ગઇકાલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ વિદ્યાર્થીઓને માર્ગદર્શીત કર્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સૌ ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવી સાથે સાથે વહેલી તકે દેશ કોરોના મુકત થાય એ માટે પ્રાર્થના કરી હતી.

શિક્ષણમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે યુવાનોએ સમયનો સદઉપયોગ કરવો જોઇએ. અચાનક મળેલા આ લાંબા સમયના વેકેશનનો વિદ્યાર્થીઓએ લાભ લેવો જોઇએ.

આપ સૌ માટે જીવના જોખમે કાર્ય કરતાં ડોકટર્સ, પોલીસ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, મારા શિક્ષક પરિવારજનો સર્વની કામગીરી ખુબજ સરાહનીય છે. કેટલાકના પોઝીટીવ કેસ આવ્યા છે. કેટલાક હોસ્પિટલાઇઝ અને કોરોન્ટાઇન પણ થયા છે, કેટલાક બે મહિનાથી ઘરે જઇ શકયા નથી. વિદ્યાર્થીઓએ આવા સમયમાં પોતાની સમજ પ્રમાણે કોરોનામાં લડતા વોરીયર્સ, યોધ્ધાઓ વિશે નિબંધ, કવિતા કે ચિત્ર દોરવા જોઇએ. વિદ્યાર્થીઓએ જીવનમાં સાદગી કેળવવી જોઇએ અને વ્યસનમુકત બનવું જોઇએ.

(3:01 pm IST)