Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

પક્ષીઓમાં દેખાઇ રહ્યા છે ફેરફારઃ આજથી થશે ઓનલાઇન સર્વે

વડોદરા, તા.૧: કોરોનાના કારણે એક મહિનાથી પણ વધારે સમયથી ચાલી રહેલા લોકડાઉનની પર્યાવરણ પણ સકારાત્મક અસરો થઇ છે. વડોદરાથી ઘણે દુર આવેલ પાવાગઢ અહીંના ઘણા વિસ્તારોમાંથી દેખાવો અને પક્ષીઓના કલરવ સંભળાતા આ પરિવર્તન વડોદરા વાસીઓએ સોશ્યલ મીડીયામાં પોસ્ટ દ્વારા અભિવ્યકત કર્યુ છે.

વર્તમાન સમયમાં જયારે મનુષ્ય પોતાના જ બનાવેલા પીંજરામાં કેદ છે અને પક્ષીઓ મુકત બનીને બોલી રહ્યા છે ત્યારે બાળકોને પર્યાવરણ શિક્ષણ માટે સક્રિય સંસ્થા કિડસ ફોર એન વાયરમેન્ટલ ડેવલપમેન્ટ ઇનીશ્યેટીવ્સે વડોદરામાં લોકડાઉન દરમ્યાન શહેરી પક્ષીઓનો સૌથી મોટો ઓનલાઇન સર્વે શરૂ કરવાનું આયોજન કર્યુ છે. શહેરી પક્ષીઓ પર આ  મહત્વપૂર્ણ સર્વે આજથી શરૂ થશે અને વ્હોટસએપ દ્વારા સામાન્ય માણસોને પહોંચાડવામાં આવશે. સંસ્થાના સંસ્થાપક હિતાર્થ પંડયાએ કહ્યું કે લોકડાઉનના લગભગ દસ દિવસ પછી પક્ષીઓમાં ફેરફાર નજરે ચડયા હતા. ઘણાં પક્ષીઓ જેવા કે સિલ્વર બિલ, કિંગફીશર અને રોઝ રીંઝ પેરાકીટ સામાન્ય રીતે માણસોથી દુર રહેવા પસંદ કરે છે પણ હાલમાં આ પક્ષીઓ પણ કોઇ પણ પ્રકારના ભય વગરના ઘરના કંમ્પાઉન્ડમાં, સોસાયટીના બગીચામાં નજરે ચડે છે. તેમણે કહ્યું કે આને જોઇને એવો વિચાર આવ્યો કે આ એક તક છે કે આપણે આપણી આસપાસમાં વિચરણ કરતા પક્ષીઓને ધ્યાનથી જોઇને તેમના અંગે જાણીએ અને આપણા વિચારો વ્યકત કરીએ.

(3:00 pm IST)