Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

મોટા ભાગના પરપ્રાંતિયો અશિક્ષત : ઓનલાઈન અરજી ફાવતી નથી : કલેક્ટર કચેરીએ પહોંચ્યા

શ્રમીકો અને મજૂરોની હાલત હાલ કફોળી

અમદાવાદમાં કલેકટર કચેરી પર પરપ્રાતીય લોકો પહોચ્યા હતા અને તેમણે તેમના વતન જવા માટે રજૂઆત કરી હતી. લોકડાઉનમાં આ પરપ્રાંતિયોને જમવાનું ન મળવાને કારણે શ્રમીકો અને મજૂરોની હાલત હાલ કફોળી બની છે. જેના કારણે તેઓ કલેક્ટર કચેરીએ વિરોધ કરવા પહોચ્યા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે, મોટા ભાગના પરપ્રાંતીય શિક્ષિત ન હોવાથી તેઓ ઓનલાઈન અરજી પણ નથી કરી શકતા, પરંતુ આ મામલે કલેકટરે જણાવ્યું કે, જે લોકો પોતાનું વાહન લઈને જવા માગે છે, તેમને પરમીશન અપાઈ રહી છે અને વતન જવા ઈચ્છતા તમામ શ્રમીકો પ્રાંત કચેરીએ જઈને ઓફલાઈન એપ્લીકેશન પણ કરી શકે છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, સરકાર ટ્રેન દ્વારા શ્રમીકોને પરત મોકલવા અંગે પણ વિચારણા કરી રહી છે.

(1:31 pm IST)