Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ગાંધીનગર જિલ્લામાં કોરોના વાયરસનો વધ્યો ખતરો : 15 ગામોનો કન્ટેનમેન્ટ ઝોનમાં સામેલ

ગાંધીનગર શહેરના 2 વિસ્તારને કલસ્ટર ઝોન જાહેર કરાયાં

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહેલો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના પાટનગર એવા ગાંધીનગરનો કેન્દ્ર સરકારે રેડ ઝોનમાં સમાવેશ કર્યો છે. ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે રાજ્યના પાટનગરના 15 ગામોનો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

 રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. આ સાથે જિલ્લાના 15 ગામોનો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં અડાલજ, સુઘડ, ઉવારસદ ટીપી, સરગાસણ ટીપી, સરગાસણ ગામનો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. તેમજ તારાપુર ટીપી, તારાપુર ગામ, હડમતિયા, ગીયોડ, પોર ગામનો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. બીજા ગામોમાં અંબાપુર, કલોલ શહેર, આરસોડિયા, હાલીસાનો પણ કેન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં વધતા કોરોના કહેર વચ્ચે શહેરના બે સેકટરને કલસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યાં હતા. ગાંધીનગરના સેકટર 24 અને 13બી ને કલસ્ટર ઝોન જાહેર કરાયાં હતા.જેમાં સેકટર 24 ના 534 ઘર અને 2756 લોકોને અને સેકટર 13બીમાં 298 ઘર અને 1456 લોકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છેલ્લા 3 દિવસમાં શહેરના 6 વિસ્તારને અગાઉ કલસ્ટર ઝોન જાહેર કરાયાં હતા. આમ કોરોનાનું સંક્રમણ પાટનગરમાં વધતા મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

(1:05 pm IST)