Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

વડોદરામાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા : બે દર્દીઓના મોત

વડોદરામાં કોરોનના કુલ કેસ 324 થયા : મૃત્યુઆંક 23 થયો

વડોદરા : સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર સતત પણે વધી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં કોરોનાના વધુ 19 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે વધુ બે દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેમાં ગાજરવાડીના 54 વર્ષીય મહિલા તેમજ 67 વર્ષીય પુરૂષનું મોત થયું છે.

શહેરમાં પણ કેસોમાં વધારો થયો છે. ત્યારે નવા કેસ સાથે વડોદરામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 324 પર પહોંચી છે. જ્યારે કે અત્યાર સુધીમાં કુલ 23 લોકોના મોત થયા છે.

(1:02 pm IST)