Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

આપણુ ગુજરાત, આગવુ ગુજરાતઃ ફરી પ્રગતિના પંથે લાવવા નકકર કામ જરૂરી

અમદાવાદઃ ગુજરાતમાં સદાકાળ માનવાતની મહેક પ્રસરે છે.ગુજરાતની ધન્ય ધરામાંથી નવ્ય વિચાર પ્રગટે છે. ગુજરાત રિદ્ઘિ-સિદ્ઘનો પ્રદેશ છે. ગુજરાતનું એક માત્ર ધ્યેય છે – પ્રગતિ. ગુજરાતનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ પુરાણો છે, પરંતુ વિચાર, ભાષા, પરંપરા અને સંસ્કૃતિ આધારિત અલગ ગુજરાત રાજયની સ્થાપના પૂજય રવિશંકર મહારાજના શુભ હસ્તે ૧લી મે, ૧૯૬૦ના રોજ થઈ. ગુજરાત મહાત્મા ગાંધીજીની પૂણ્યભૂમિ અને સરદાર સાહેબની કર્મભૂમિ. આજે ગુજરાતનો ૬૧મો સ્થાપના દિવસ છે, આજના દિવસે ગુજરાતને આગામી વર્ષોમાં કઇ દિશામાં લઇ જવા ઇચ્છીએ છીએ, તે અંગે સંકલ્પ કરવો પડશે.

સામાન્ય વર્ગેના પરિશ્રમથી ગુજરાત ગૌરવવંતુ બન્યું છે. દ્યરેથી કચરો ઉઠાવતા શ્રમિકો-કામદારોથી ગુજરાત ઊજળું છે. ત્યારે સરકારની નીતિઓમાંથી  શ્રમિકોનો છેદ ઉડાડી દીધો છે, જે દુ;ખદ છે. કોન્ટ્રાકટ પ્રથા અને આઉટસોર્શિંગની નીતિ આર્થીક શોષણની ભાષા બની ગઈ છે. ખેતમજૂરો, બાંધકામ શ્રેત્રના શ્રમિકો નોંધવામાં સરકાર ઉદાસીનતા સેવી રહી છે. અચાનક લોકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત શ્રમિકવર્ગ થયો છે. કેન્દ્રની સરકાર આરોગ્ય સેતુ એપ દ્વારા રોગપ્રતિકારક શકિત વધારવાની વાતો કરે છે અને બીજી બાજુ ગરીબો-શ્રમિકોને એક ટંકનાં ભોજન માટે વલખા મારવા પડી રહ્યાં છે, આ વાતને આપણે ગુજરાતના સ્થાપના દિન અને શ્રમિક દિવસે સમજવી પડશે.

કોવિડ-૧૯ના વૈશ્વિક મહામારીના આકરાં સમય બાદ, ગુજરાતને ફરી પ્રગતિનાં પંથે લાવવા  નવા જોમ-જુસ્સાની સાથે નક્કર દિશામાં કામ કરવું પડશે. કોવિડ-૧૯ના સંકટ પછી આપણે શિક્ષણ-આરોગ્ય અને આર્થિક ક્ષેત્ર ફરીથી વિચારવું પડશે. ગુજરાતની ઓળખ સમાન લદ્યુ-મધ્યમ ઉદ્યોગો ઘણાં વર્ષોથી તકલીફમાં છે. જીએસટી- નોટબંધી જેવા નિર્ણયો અને હવે કોરોના મહામારીને પગલે MSME સેકટર પોતાના કર્મચારીઓના પગાર ચૂકવવામાં પણ સક્ષમ રહ્યું નથી. બીજી તરફ શૈક્ષણિક યોગ્યતા દ્યરાવતા લાખો યુવાનો પાસે સરકારી-ખાનગી રોજગાર મેળવવો મુશ્કેલ બની ગયો છે. આ સમય કોઈ ટીકા ટીપ્પણી કરવાનો નથી. પરંતુ આરોગ્યની આપત્ત્િ। સમયે આપણા ગુજરાતને સ્વસ્થ બનાવવા લડી રહેલા ડોકર્ટસ,પેરામેડીકલ સ્ટાફ, નર્સ, આંગણવાડી ,પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનો સહિતના યોદ્ઘાઓની સુરક્ષા માટે સરકાર PPE કીટ ફાળવી શકી નથી, આ કેટલે અંશે યોગ્ય છે ? આ ગુજરાતની નિષ્ફળતા નથી પરંતુ ગુજરાતને સ્વસ્થ-સલામત બનાવવા માટે સરકારી નીતિઓ અને વ્યવસ્થાતંત્રમાં આમૂલ પરિવર્તન કરવાનો સમય પાકી ગયો છે.

ભૂખ્યાને ભોજન આપવું એ ગુજરાતની પરંપરા કોરોના મહામારીમાં વધુ પ્રજવલિત બની છે. મધ્યાહન ભોજન હોય કે અન્નપુર્ણાની નાની કેબીનો આજે ગાયબ છે. બાળકો-મહિલાઓ સહીત શ્રમિકો ભૂખ્યા પેટે પણ ૨૦૦ - ૪૦૦ કિલોમીટર પગપાળા ચાલીને વતને જવા મજબૂર બન્યા છે. આ દૃશ્યો જોઈને એક સવાલ ચોક્કસ થાય છે કે શું આપણું ગતિશીલ અને પ્રગતીશિલ ગુજરાત આવું છે ? ગુજરાતનાં ખમીરવંતા લોકોએ કયારેય આવા ગુજરાતની કલ્પના કરી ન હતી. ખાનગીકરણ- વ્યાપારીકરણની આંધળી દોડમાં વ્યસ્ત સત્ત્।ાસ્થાને બેઠેલા લોકોને આજે સરકારી કર્મચારી, સંસ્થાનું મહત્વ સમજાયું હશે. જયારે કોરોના સામે લડવા તમામ સરકારી હોસ્પિટલો, સરકારી કર્મચારીઓ, સંસ્થાઓએ જીવના જોખમે કામગીરી કરી રહ્યાં છે, ત્યારે કેટલીક ખાનગી હોસ્પિટલો ૮ લાખ કરતા વધુ રકમ ગુજરાતના લોકો પાસેથી લૂંટી રહી છે. કોરોના મહામારીનાં સંકટે ગુજરાતીઓને અને વર્તમાન સરકારને નૂતન ગુજરાત, નૂતન ભારતના દ્રષ્ટિકોણથી વિચારવા મજબુર કર્યા છે.

૧૯૬૦ થી ૨૦૨૦ સુધી એટલે આજે ગુજરાતની સફરને ૬૦ વર્ષ પુર થઇને ૬૧માં સ્થાપના દિનમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે વીતેલા વર્ષોના શાસકોના વચનો પણ આ ગુજરાતની પ્રજા વાગોળી રહી છે અને સરકાર પાસે જવાબ માંગી રહી છે.

આજે ફરી એક વાર ગુજરાતના ઘડવૈયાઓને વંદન સાથે શત શત નમન કરું છું.

જય જય ગરવી ગુજરાત, જય હિંદ !

- ડો. મનીષ દોશી

મુખ્ય પ્રવકતા,

ગુજરાત કોંગ્રેસ,

 અમદાવાદ

(12:59 pm IST)