Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

આજથી અમદાવાદમાં માસ્ક અને સેનિટાઇઝર ફરજીયાત: એએમસી દ્વારા હાથ ધરાયું ચેકીંગ

એએમસી દ્વારા ચેકીંગ શરૂ : નવા દંડ મુજબ 2 થી 50 હજારની જોગવાઇ

અમદાવાદમાં દુકાનદારો અને શાકભાજી વેચનાર લોકો માટે માસ્ક અને સેનિટાઈઝર આજથી ફરજીયાત કરવામાં આવ્યા છે. જે મામલે એએમસીની ટીમ દ્વારા આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 48 વોર્ડમાં એએમસી દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે  જેમા બોડકદેવમાં આવેલ અમૂલ પાર્લરને સીલ કર્યું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે પાર્લર દ્વારા નિયમોનું પાલન કરવામાં આવતુ ન હતુ. જેના કારણે પાર્લરને સીલ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, નવા નિયમ મુજબ AMC દ્વારા દંડની રકમ 2 હજારથી લઈને 50 હજાર સુધી કરવામાં આવી છે.

(12:49 pm IST)