Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

કોરોના વચ્ચે કઠણાઈ : અમદાવાદમાં એસવીપી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સહિત કર્મચારીઓનું પ્રદર્શન : ધરણા પર બેઠા

બેડ પુરા થઇ ગયા છતાં નવા કોરોના દર્દીઓ લાવતા નારાજગી : ભોજન સહિતની મુશેક્લી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે, અંદાજે 3026 જેટલા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, આ સ્થિતીમાં દર્દીઓને સિવિલ હોસ્પિટલ અને એસવીપી જેવી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ એસવીપી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના બેડ પુરા થઇ ગયા છે, તેમ છંતા હોસ્પિટલ તંત્ર દ્વારા નવા દર્દીઓને લાવવામાં આવી રહ્યાં છે, જેની સામે નર્સિંગ સ્ટાફ સહિતનાં કર્મચારીઓએ પ્રદર્શન કર્યું હતુ, તેઓ ધરણા પર બેસી ગયા હતા, તેમની માંગ છે કે કેપિસિટી બહારના દર્દીઓને દાખલ કરવાથી તેમને મુશ્કેલીઓ પડી રહી છે, ઘણી વખત દર્દીઓને પુરતી સુવિધાઓ પણ મળી શકતી નથી. સાથે જ આ નર્સિંગ સ્ટાફને સારૂ ભોજન પણ મળતું નથી, જેથી તેઓમાં નારજગી ફેલાઇ ગઇ છે.

 વિરોધ પ્રદર્શન પરથી એ નક્કિ છે કે સબ સલામત હોવાની અને પુરતી સુવિધાઓ હોવાની વાતો કરતી ગુજરાત સરકારની વાતો પોકળ છે. કરોડો રૂપિયાનું બજેટ હોવા છંતા કોરોનાના દર્દીઓને અને મેડિકલ સ્ટાફને મુશ્કેલીઓ પડી રહી છે, આ બાબત સરકારની સૌથી મોટી નિષ્ફળતા છે, કોવિડ 19ની નવી હોસ્પિટલો અને નવા બેડની વાતો પર પણ આશંકાઓ ઉભી થઇ રહી છે.

(12:16 pm IST)