Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમદાવાદમાં બ્રિજ, રોડ-રસ્તાના અધૂરા કામો શરૂ

સરકારે પ્રાઇવેટ, સરકારી બાંધકામના કામકાજની આપી પરવાનગી

અમદાવાદ : રાજ્ય સરકારે કન્સ્ટ્રશન સાઈટને કામ કરવાની મંજૂરી આપી દીધી છે. અમદાવાદમાં સરખેજ ગાંધીનગર રોડ પર હાઈકોર્ટ પાસે બની રહેલા બ્રિજનું કામ યુદ્ધના ધોરણે ફરીથી શરૂ થઈ ગયુ છે.

 રાજ્યમાં  સરકારના અટકેલા વિકાસના કામોનું કામકાજ ફરી શરૂ કરાયું છે. ગુજરાતમાં રાજ્યસરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે વિકાસના કામ અટકવા ન જોઈએ અને એ નિર્ણયને અનુરૂપ વિકાસના કામો યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યા છે. સરકારના પરિપત્ર બાદ બાંધકામ ક્ષેત્રમાં કામ શરૂ થયું છે.

  જો કે, દરેક વાતમાં સોસિયલ ડિસ્ટસિંગ, સેનેટાઈઝીંગ, માસ્ક વગરેના નિયમોની રાગ આલાપતી સરકાર કન્સ્ટ્રક્શન સાઈટ પર આ નિયમો કેવી રીતે પાલન કરાવશે. એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. સામાન્ય વાતમાં દુકાનદાર અને ફેરિયા પાસેથી દંડ વસૂલતું તંત્ર કોન્ટ્રાક્ટરો પાસેથી દંડ વસૂલશે? એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યાં છે.

(12:08 pm IST)