Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ગુજરાતમાં ૯ જિલ્લાઓ રેડ ઝોનમાં : રાજકોટનો સમાવેશ ઓરેન્જ ઝોનમાં : મોરબી, અમરેલી, પોરબંદર, જુનાગઢ, દેવભુમિ દ્વારકા ગ્રીન ઝોન જાહેર

ગુજરાતના રેડ ઝોન જિલ્લાઓની સત્તાવાર યાદીમાંથી રાજકોટ નીકળી ગયુઃ ઓરેન્જ ઝોનમાં સમાવેશ

રાજકોટ : ગુજરાત માટે ૯ રેડ ઝોન, ૧૯ ઓરેન્જ ઝોન અને ૫ ગ્રીન ઝોન જાહેર થયા છે

૯ રેડ ઝોનમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લીનો સમાવેશ થાય છે

જ્યારે ૫ ગ્રીન ઝોનમાં મોરબી, અમરેલી, પોરબંદર, જુનાગઢ અને દ્વારકા મળી પાંચે-પાંચ સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થાય છે

ઓરેન્જ ઝોનમાં રાજકોટ, બોટાદ, કચ્છ, ગીર સોમનાથ, જામનગર, સુરેન્દ્રનગર સહિતના બાકીના જિલ્લાઓ આવે છે

(12:22 pm IST)