Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

GCCIની રિજનલ કાઉન્સીલની માંગણી

રિયલ્ટીને રાહત આપવા ૧ વર્ષ માટે સ્ટેમ્પ ડયુટી રદ કરોઃ માત્ર ૧% રજિસ્ટ્રેશન ચાર્જ લ્યો

અમદાવાદ તા. ૧ :..જીસીસીઆઇની રિજનલ કાઉન્સિલે રાજય સરકારને રજૂઆત કરી છે કે કોરોના વાઇરસના કારણે અર્થતંત્ર પર વિપરીત અસર થઇ છે અને તેના કારણે રાજયના મહત્વના એવા રિયલ એસ્ટેટ ઉદ્યોગ પર લાંબા ગાળા સુધીની ગંભીર અસર છે ત્યારે આ ઉદ્યોગને રાહત આપવા માટે એક વર્ષ સુધી સ્ટેમ્પ ડયુટી માફ કરવી જોઇએ.

જીસીસીઆઇ રિજનલ કાઉન્સીલ એ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અન્ડ ઇન્ડસ્ટ્રી, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ધી બનાસકાંઠા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સંયુકત રીતે બનેલી કાઉન્સિલ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા પત્રમાં જીસીસીઆઇ રિજનલ કાઉન્સિલના ચેરમેન દુર્ગેશ બૂચે જણાવ્યું છે ક, 'રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં કોરોના મહામારીના કારણ વેચાણમાં આકસ્મિક ઘટાડો થયો છે. અન શ્રમિકો તથા પૂરતા નાણાની ઉપલબ્ધિ નહીં હોવાથી અને બાંધકામમાં વપરાત કાચા માલના ભાવમાં વધારો થવાથી પ્રોજેકટ પુરા કરવાની સમયમર્યાદા પણ વિલંબિત થઇ ગઇ છે. રાજયના વિકાસમાં રિયલ એસ્ટેટનો ફાળો ઘણો મોટો છે અને આ ઉદ્યોગને રાહત આપવાની તાતી જરૂરીયાત છે. રાજયમાં હાલમાં સ્ટેમ્પ ડયુટીનો દર પ્રોપર્ટીની કિંતના ૪.૯ ટકા અને ૧ ટકા રજિસ્ટ્રેશન ચાર્જ છે. આ ઊંચા દરના કારણે રિયલ એસ્ટેટને શકયતા કરતાં ઓછો પ્રતિસાદ મળે છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રિયલ એસ્ટેટને પ્રોત્સાહન મળે તે માટે એક વર્ષ માટે રાજયમાં સ્ટેમ્પ ડયુટીને રદ કરીને માત્ર ૧ ટકા રજિસ્ટ્રેશન ચાર્જ લેવામાં આવે તે આવશ્યક છે.'

કાઉન્સિલે એવી માંગ પણ કરી છે કે ૩ મે ના રોજ લોકડાઉન પુરૃં થાય છે ત્યારે જે તે શહેર કે જિલ્લાના કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં વપારની છૂટ આપવી જોઇએ કારણ કે લોકડાઉન દરમિયાન વેપારીઓએ ઘણું મોટું નુકસાન વેઠયું છે અને જો હજુ વેપારની છૂટ નહીં મળે તો કલ્પનાતિત નુકસાન થશે.

કાઉન્સીલે સરકાર પાસે માંગ કરી છે કે વેપાર અને ઉદ્યોગ આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા છે ત્યારે વેટ અને જીએસટીના પેન્ડીંગ રિફન્ડ તથા સમાપ્ત થયલી બેન્ક ગેરન્ટી પરત કરવા માટે ઝડપથી કાર્યવાહી કરવી જોઇએ.

(11:08 am IST)