Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમદાવાદ-વડોદરા સહીતમાં કાળઝાળ ગરમીથી રેડ એલર્ડ : સુરત, વલસાડ સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં આકરી ગરમી અને કમોસમી વરસાદના વાતાવરણ

અમદાવાદ : કુદરત જાણે દરેક રીતે ગુજરાતની પરીક્ષા લેવા માગતી હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. એક તરફ કોરોના વાઈરસનો કહેર દિવસેને દિવસે માથું ઉચકી રહ્યો છે. ત્યારે હવે સુરત-વલસાડ-ભાવનગર એમ ગુજરાતના એક ભાગમાં કમોસમી વરસાદ  અમદાવાદ-ગાંધીનગર-બનાસકાંઠા-વડોદરા એમ બીજા ભાગમાં હીટ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

1 મેના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓ જેમ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી જેવા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

1,2,મેનો રોજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ, કચ્છ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી આપવામાં આવી છે.

(10:59 am IST)