Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

બનાસકાંઠાજિલ્લાના બે ગામમાં 20મી સુધી લોકડાઉન : મીઠાચરણ અને ગઠામણ ગામ કંટેઇન્મેન્ટ ઝોન જાહેર

બે ગામોમાંથી કોરોના પોઝિટિવ કેસો વધુ મળી આવતા લોકડાઉન લંબાવાયું

બનાસકાંઠા : કોરોના વાયરસની મહામારીમાં દેશમાં બીજા તબક્કાનું લોકડાઉન અંતિમ ચરણમાં આવી ગયું છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના બે ગામોમાંથી કોરોના પોઝિટિવ કેસો વધુ મળી આવતા જિલ્લાના બે ગામોનું લોકડાઉન 20મી મેં સુધી લાંબાવવામાં આવ્યું છે.

 બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું મીઠાવિચરણ અને પાલનપુર તાલુકાનું ગઠામણ ગામમાંથી છેલ્લા બે ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવ વધુ આવતા મીઠાચરણ અને ગઠામણ ગામોને કંટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ બંને ગામોને 20મી મેં સુધી વધુ લોકડાઉન રાખવા નિર્ણય લીધો છે.

(10:19 am IST)