Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

કોરોના વાયરસ - લોકડાઉન ઈફેક્ટ: ગુજરાત હાઇકોર્ટે 2020નું ઉનાળું વેકેશન કર્યુ કેન્સલ

એડવોકેટ્સ એસો ,ના પ્રમુખની વિનંતીને ધ્યાનમાં રાખીને ઉનાળું વેકેશન રદ્દ કર્યું

અમદાવાદઃ અત્યારે સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના પગલે લોકડાઉન છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખની વિનંતીને ધ્યાનમાં રાખીને ઉનાળું વેકેશન રદ્દ કર્યું છે.
 ગુજરાત હાઈકોર્ટ  એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત હાઇકોર્ટ એડવોકેટસ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા દ્વારા ગુજરાત હાઇકોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે કોર્ટોમાં સામાન્ય સંજોગોમાં પણ કેસોની પેંડેન્સી અતિશય છે.
તેમાં પણ કોવિડ-19 એટલે કે કોરોના વાયરસની અસરના કારણે પણ કોર્ટોમાં અઢળક કેસ પેન્ડિંગ છે અને કોવિડ- 19ની અસર હેઠળ માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જૂજ કેસોને સુનાવણી શક્ય બની રહી છે. તેવામાં હાઈકોર્ટ અને અન્ય કોર્ટોમાં માં પેન્ડિંગ કેસોનું ભારણ અતિશય વધી જાય તેમ છે. તેથી યતીન ભાઈ એ હાઈકોર્ટને વિનંતી કરી હતી કે હાઈકોર્ટનું ઉનાળુ વેકેશન રદ કરવામાં આવે, અને કેસોની સુનાવણી ચાલુ રાખવામાં આવે જેને ધ્યાને લેતા હાઈકોર્ટે આજે એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે 2020નું ઉનાળુ વેકેશન ગુજરાત હાઇકોર્ટ એડવોકેટસ એસોસિએશનના પ્રમુખની વિનંતીને માન આપીને રદ કરવામાં આવે છે અને હાલમાં જે વિડિયો કોન્ફરન્સિંગ અને અન્ય વ્યવસ્થાઓ દ્વારા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે તે ચાલુ રાખવામાં આવશે તથા 2020નું ઉનાળુ વેકેશન રદ કરવામાં આવે છે

(11:25 pm IST)