Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

લોકડાઉન વચ્ચે સત્તા બચાવવા પાટણ પાલિકાએ બોલાવી સામાન્ય સભા :સભ્યોએ મચાવ્યો હોબાળો

સત્તાધીશો અને વિપક્ષ વચ્ચે આક્ષેપો પ્રતિઆક્ષેપો :હોબાળો મચતા બોર્ડ મુલતવી રાખવું પડ્યું

પાટણ : કોરોના સંક્રમણ અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે પાટણ નગરપાલિકામાં સામાન્ય સભા મળી. કદાચ ગુજરાતમાં આ એવી પહેલી પાલિકા છે જેણે આવી સ્થિતિમાં પણ નાગરિકોની પરવા કર્યા વિના સત્તા બચાવવા સામાન્ય સભા બોલાવી હતી . જોકે સભ્યોના હોબળા વચ્ચે સભા મુલતવી રહી. પાટણ પાલિકાના નિયમો અનુસાર પ્રજાને વેરામાં રાહત આપવી હોય તો એપ્રિલ મહિનામાં બોર્ડ બોલાવવું પડે. પણ વર્તમાન સ્થિતિને લઈ બોર્ડ ચાલુ રાખવું કે મુલતવી રાખવું તેની અસમંજસ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખી બોર્ડ મળ્યું હતું.

તેર કામો ચર્ચામાં લેવાના હતા પરંતુ ચર્ચા થાય તે પહેલા જ સત્તાધીશો અને વિપક્ષ વચ્ચે આક્ષેપો પ્રતિઆક્ષેપો થયા. અને હોબાળો મચતા બોર્ડ મુલતવી રાખવું પડ્યું હતું. ત્યારે સવાલ એ થાય કે કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને લોકડાઉન ચાલુ છે છતાં પાલિકાના સભ્યો કેવી રીતે ત્યાં પહોંચ્યા? કોરોના સંક્રમણ અટકાવવાની કામગીરી કરતાં સભા બોલાવવી અગત્યનું હતું ? (

(9:49 pm IST)